T20 World Cup 2022 Points Table: આઇસીસી ટી20 વર્લ્ડકપ 2022 (T20 World Cup 2022)માં એક પછી એક મોટા ઉલટફેર થઇ રહ્યાં છે, સેમિ ફાઇનલના સમીકરણો બદલાઇ રહ્યાં છે. તાજેતરમાં જ આયરેલેન્ડે ઇંગ્લેન્ડને અને ઝિમ્બાબ્વેએ પાકિસ્તાનને માત આપીને તમામ સમીકરણો બદલી નાંખ્યા છે. વર્લ્ડકપ અગાઉ જે ટીમોની સૌથી પહેલા સેમિ ફાઇનલમાં પહોંચવાની ચર્ચા થઇ રહી હતી, તે હવે ઉલટફેરનો શિકાર બની છે. અહીં અમે તમને ગૃપ 1 અને ગૃપ 2ની ટૉપ ટીમો સાથે આખુ પૉઇન્ટ ટેબલ બતાવી રહ્યાં છે, જેના આધારે જાણી શકાશે કે શું છે હાલની ટી20 વર્લ્ડકપની સ્થિતિ......... 

ગૃપ -1 પૉઇન્ટ ટેબલ - ગૃપ 1માંથી સેમિ ફાઇનલ માટે મજબૂત દાવેદાર માનવામાં આવી રહેલી ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા ટૉપ 2માંથી બહાર છે. અહીં શરૂઆત બે સ્થાનો પર ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકા છે. 

ટીમમેચજીતહારપૉઇન્ટનેટ રનરેટ
ન્યૂઝીલેન્ડ21034.450
શ્રીલંકા21120.450
ઇંગ્લેન્ડ21120.239
આયરલેન્ડ2112-1.169
ઓસ્ટ્રેલિયા2112-1.555
અફઘાનિસ્તાન2011-0.620

ગૃપ -2 પૉઇન્ટ ટેબલ - ગૃપ 2માં ભારત અને દક્ષિણ આફ્રિકા શરૂઆતી ટૉપના બે સ્થાનો પર જામેલા છે. અહીં પાકિસ્તાનની ટીમ પાંચમા નંબર પર પહોંચી ગઇ છે. ઝિમ્બાબ્વે અને બાંગ્લાદેશ જેવી ટીમો પણ પાકિસ્તાનથી ઉપર છે.

ટીમમેચજીતહારપૉઇન્ટનેટ રનરેટ
ભારત22041.425
દ.આફ્રિકા1035.200
ઝિમ્બાબ્વે21030.050
બાંગ્લાદેશ2112-2.375
પાકિસ્તાન2020-0.050
નેધરલેન્ડ્સ2020-1.625

ટૉપ -4ને મળશે સેમિ ફાઇનલમાં એન્ટ્રી -ટી20 વર્લ્ડકપની સુપર 12 રાઉન્ડની ટીમો બે ગૃપોમાં વિભાજિત છે. આ રાઉન્ડમાં દરેક ટીમ પોતાના ગૃપની બાકીની પાંચ ટીમોથી એક-એક મેચ રમશે. દરેક ગૃપની ટૉપ 2 ટીમો આગામી રાઉન્ડમાં પહોંચશે, એટલે કે સુપર 12 રાઉન્ડ બાદ ચાર ટીમો સેમિ ફાઇનલમાં એન્ટ્રી લેશે, અને બાકીની 8 ટીમો પાછી ઘરભેગી થઇ જશે.

 

T20 WC 2022: આ વર્લ્ડકપમાં પાંચમો મોટો ઉલટફેર, જાણો કઇ ટીમે કોનો કર્યો શિકાર.......

છેલ્લી ઓવરમાં પાકિસ્તાનને જીત માટે 11 રનની જરૂર હતી - 

જુઓ છેલ્લી ઓવરનો રોમાંચ ---- 19.1: બ્રેડન ઇવાન્સનો પહેલો બૉલ- 3 રન બન્યા19.2: બ્રેડન ઇવાન્સનો બીજો બૉલ- પાકને જીત માટે 4 રનની જરૂર19.3: બ્રેડન ઇવાન્સનો ત્રીજો બૉલ- 1 રન બન્યો19.4: બ્રેડન ઇવાન્સનો ચોથો બૉલ- કોઇ રન ના બન્યો19.5: બ્રેડન ઇવાન્સનો પાંચમો બૉલ- મોહમ્મદ નવાઝ કેચ આઉટ19.6: બ્રેડન ઇવાન્સનો છઠ્ઠો બૉલ- શાહીન આફ્રિદીએ સ્ટ્રેટમાં શૉટ ફટકાર્યો, 2 રન માટે દોડ્યો, તે બીજો રન દોડતી વખતે રન આઉટ થઇ ગયો. પાકિસ્તાનની એક રને ઝિમ્બાબ્વે સામે હરી ગયુ.

આ વર્લ્ડકપમાં અત્યાર સુધી થયા આ પાંચ મોટા ઉલટફેર, જુઓ....... 

 
ટીમકઇ ટીમને હરાવીઅંતરકઇ મેચમાં
નામીબિયાશ્રીલંકા55 રન ક્વૉલિફાઇંગ
સ્કૉટલેન્ડવેસ્ટઇન્ડિઝ42 રનક્વૉલિફાઇંગ
આયરલેન્ડવેસ્ટઇન્ડિઝ9 વિકેટક્વૉલિફાઇંગ
આયરલેન્ડઇંગ્લેન્ડ5 રન (DLS)સુપર-12
ઝિમ્બાબ્વેપાકિસ્તાન1 રનસુપર-12
 

T20 WCમાં બે હારથી પાકિસ્તાન મુકાઇ ગઇ મુશ્કેલીમાં, જાણો હવે સેમિ ફાઇનલમાં કઇ રીતે પહોંચી શકે ?Pakistan Cricket Team: પાકિસ્તાન ક્રિકેટ ટીમ માટે આ વખતનો ટી20 વર્લ્ડકપ 2022 સારો નથી રહ્યો, શરૂઆતની બે મેચોમાં સળંગ હાર મળતાંની સાથે જે હવે કેટલાક સવાલો ઉભા થવા લાગ્યા છે. બાબર આઝમની ટીમને આઇસીસી ટી20 વર્લ્ડકપની પહેલી મેચમાં ભારતીય ટીમ તરફથી હાર મળી, અને બીજી મેચમાં ઝિમ્બાબ્વેએ 1 રનથી હાર આપી, આ બે હાર બાદ પાકિસ્તાની ક્રિકેટ ટીમ બરાબરની ફંસાઇ ગઇ છે. પાકિસ્તાનને હવે વર્લ્ડકપ સેમિફાઇનલમાં પહોંચવા આગળની મેચોમાં જીત સાથે અન્ય ટીમો પર નજર રાખીને બેસી રહેવુ પડશે. જાણો હવે કઇ રીતે પાકિસ્તાન ટી20 વર્લ્ડકપની સેમિ ફાઇનલમાં પહોંચી શકે છે.. 

પાકિસ્તાન જે ગૃપમાં છે તે ગૃપમાં ભારતનુ સેમિ ફાઇનલમાં પહોંચવુ સૌથી આસાન લાગી રહ્યું છે. કેમકે ભારતે અત્યારે માત્ર બે જ મેચ રમી છે અને બન્નેમાં જીત મેળવી છે. હવે સેમિ ફાઇનલમાં ભારતને જવા માટે ત્રણમાંથી બે મેચો જીતવાની છે. 

પાકિસ્તાનનુ સેમિ ફાઇનલમાં પહોંચવુ સમીકરણ  -જો પાકિસ્તાની ટીમ દક્ષિણ આફ્રિકા, નેધરલેન્ડ્સ અને બાંગ્લાદેશ વિરુદ્ધ પોતાની મેચમાં જીત મેળવી લે છે, તો પણ તેનુ સેમિ ફાઇનલમાં પહોંચવુ પાક્કી નહીં થાય. તેને ત્રણેય મેચોમાં સતત જીતની સાથે આવી આશા રાખવી પડશે કે હવે દક્ષિણ આફ્રિકા ત્રણમાંથી બે મેચ હારી જાય, જો દક્ષિમ આફ્રિકાએ બે મેચમાં જીત હાંસલ કરી લીધી, તો પાકિસ્તાન ત્રણ મેચ જીતવા છતાં તેનાથી એક પૉઇન્ટ પાછળ રહેશે.  

દક્ષિણ આફ્રિકાને ભારત, પાકિસ્તાન, અને નેધરલેન્ડ્સ વિરુદ્ધ મેચ રમવાની છે. આવામાં પાકિસ્તાનના ફેન્સ એવી આશા રાખી શકે છે કે દક્ષિણ આફ્રિકા હજુ બે મેચ હારી શકે છે. હાલમાં પાકિસ્તાન માટે આગળની રાહ ખુબ મુશ્કેલ દેખાઇ રહી છે.