નવી દિલ્હી : ભારત સરકાર સાથે ટ્વીટરનો વિવાદ હજૂ ઠંડો થયો જ હતો કે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર સાથે વધુ એક નવો વિવાદ જોડાયો છે. ટ્વિટરે ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના ટ્વિટર એકાઉન્ટમાંથી 'બ્લુ ટિક' હટાવ્યું હતું. બાદ માં ફરી  રીસ્ટોર કરવામાં આવ્યું છે.  આ આવું કેમ કરવામાં આવ્યું તે અંગે કંપની દ્વારા હજૂ સુધી કોઈ માહિતી આપવામાં આવી નથી.


ટ્વિટરે મહેંદ્ર સિંહ ધોનીના ટ્વિટર એકાઉન્ટ પરથી બ્લુ ટિક હટાવી દીધી હતી, કારણ કે ધોની ટ્વીટર પર સંપૂર્ણપણે સક્રિય નથી. મહેંદ્ર સિંહ ધોનીએ છેલ્લું ટ્વિટ 8 જાન્યુઆરી, 2021ના​રોજ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, બ્લુ ટિક જાળવી રાખવા માટે યુઝર્સે પોતાના અકાઉન્ટમાં ઓછામાં ઓછા 6 મહિનામાં એકવાર લોગ ઇન કરવું જરૂરી છે, પરંતુ ધોનીએ લાંબા સમયથી તેના એકાઉન્ટમાંથી ટ્વિટ કર્યું નથી. કદાચ કંપનીએ આ કારણોસર ધોનીના અકાઉન્ટમાંથી બ્લુ ટિક કાઢી નાખવામાં આવ્યું હતું, જે બાદ પરત આપવામાં આવ્યું છે.


મહેંદ્રસિંહ ધોનીના ટ્વિટર પર છે 8.2 મિલિયન ફોલોઅર્સ 


ઉલ્લેખનીય છે કે, ધોનીના ટ્વિટર પર અત્યાર સુધી 8.2 મિલિયન ફોલોઅર્સ છે. કોઈપણ ટ્વિટર અકાઉન્ટ પર બ્લુ ટિક લોકોને જણાવવા માટે છે કે આ સોશિયલ મીડિયા અકાઉન્ટ ઓફિસિયલ છે. બ્લુ ટિક મેળવ્યા બાદ, વ્યક્તિએ અકાઉન્ટ પર સક્રિય રહેવું પડશે.


રામનાથ કોવિંદના ટ્વિટર અકાઉન્ટમાંથી બ્લુ ટિક પણ હટાવી દેવામાં આવ્યું હતું


આ પહેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના ટ્વિટર અકાઉન્ટમાંથી પણ બ્લુ ટિક દૂર કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, ધોની પહેલા ઘણા નેતાઓના ટ્વિટર અકાઉન્ટ સાથે છેડછાડ કરવામાં આવી હતી. આ પહેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના ટ્વિટર અકાઉન્ટમાંથી પણ બ્લુ ટિક દૂર કરવામાં આવી હતી. જો કે, થોડા સમય બાદ તેને ફરીથી આપવામાં આવી હતી. આ સાથે જ પૂર્વ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદનું ટ્વિટર અકાઉન્ટ પણ થોડા સમય માટે બંધ કરી દેવામાં આવ્યું હતું.