U19 Women's T20 World Cup 2025: અંડર 19 ટીમ ઈન્ડિયાએ રચ્યો ઈતિહાસ, ઈંગ્લેન્ડને હરાવી ફાઈનલમાં જગ્યા બનાવી 

ભારતે અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપ 2025ની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. ટીમ ઈન્ડિયાએ શુક્રવારે સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડને હરાવ્યું હતું.

Continues below advertisement

India vs England U19 W T20 World Cup 2025: ભારતે અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપ 2025ની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. ટીમ ઈન્ડિયાએ શુક્રવારે સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડને હરાવ્યું હતું. ભારતીય અંડર-19 ટીમે આ મેચ 9 વિકેટે જીતી લીધી હતી. જી કમલિનીએ ટીમ ઈન્ડિયા માટે જોરદાર પ્રદર્શન કર્યું અને અણનમ અડધી સદી ફટકારી. તેણે 50 બોલમાં 56 રનની ઇનિંગ રમી હતી. કમલિનીની આ ઇનિંગમાં 8 ચોગ્ગા સામેલ હતા.  ભારતે અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપ 2025માં ખૂબ જ શાનદાર પ્રદર્શન કર્યું છે. ટીમ ઈન્ડિયા અત્યાર સુધીમાં એક પણ મેચ હારી નથી. 

Continues below advertisement

પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડે 8 વિકેટ ગુમાવીને 113 રન બનાવ્યા હતા. આ દરમિયાન ઓપનર ડ્વીના પેરિને 45 રનની ઇનિંગ રમી હતી. 40 બોલનો સામનો કરીને તેણે 6 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. ટ્રોડી જોન્સને 25 બોલનો સામનો કર્યો અને 30 રન બનાવ્યા. તેણે 3 ફોર અને 1 સિક્સ ફટકારી હતી. આ દરમિયાન ભારત તરફથી આયુષી શુક્લાએ 2 વિકેટ લીધી હતી. તેણે 4 ઓવરમાં 21 રન આપ્યા હતા. પારુણિકા અને વૈષ્ણવી શર્માએ 3-3 વિકેટ લીધી હતી.

ટીમ ઈન્ડિયાએ 15 ઓવરમાં મેચ જીતી લીધી -

ઈંગ્લેન્ડે આપેલા ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાએ માત્ર 15 ઓવરમાં જ મેચ જીતી લીધી હતી. જી કમલિની અને જી ત્રિશા ભારત માટે ઓપનિંગ કરવા આવ્યા હતા. આ દરમિયાન ત્રિશાએ 29 બોલનો સામનો કર્યો અને 35 રન બનાવ્યા. તેણે 5 ચોગ્ગા ફટકાર્યા હતા. જ્યારે કમલિનીએ અડધી સદી ફટકારી હતી. તેણે 50 બોલમાં અણનમ 56 રન બનાવ્યા હતા. કમલિનીની આ ઇનિંગમાં 8 ચોગ્ગા સામેલ હતા. સાનિકા ચાલકેએ અણનમ 11 રન બનાવ્યા હતા. તેણે એક ફોર ફટકારી તી. 

ભારતે સતત 6 મેચ જીતી -

અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપ 2025માં ટીમ ઈન્ડિયા અત્યાર સુધી એક પણ મેચ હારી નથી. ભારતે વેસ્ટ ઈન્ડિઝ, મલેશિયા, શ્રીલંકા, બાંગ્લાદેશ અને સ્કોટલેન્ડને હરાવ્યા હતા. ટીમ ઈન્ડિયાએ સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડને હરાવ્યું હતું. 

રણજી મેચ રમવા માટે BCCI વિરાટને કેટલો પગાર આપશે? જાણો રેલવે સામેની મેચમાં 'કિંગ' કોહલીની ફી

Continues below advertisement
Sponsored Links by Taboola