IND U19 vs ENG U19 Final Live: ઈંગ્લેન્ડની ટીમ 189 રનમાં ઓલઆઉટ, ભારત તરફથી રાજ બાવાએ 5 વિકેટ ઝડપી
આજે અંડર 19 વર્લ્ડકપની ફાઇનલમાં ટીમ ઇન્ડિયાનો સામનો ઇગ્લેન્ડ સામે છે. અંડર-19 વર્લ્ડ કપની ફાઇનલમાં ઇંગ્લેન્ડે ભારત સામે ટોસ જીત્યો છે.
gujarati.abplive.comLast Updated: 05 Feb 2022 11:01 PM

બ્રેકગ્રાઉન્ડ
India vs England U-19 World Cup Final: આજે અંડર 19 વર્લ્ડકપની ફાઇનલમાં ટીમ ઇન્ડિયાનો સામનો ઇગ્લેન્ડ સામે થશે. ચાર વખત ટાઇટલ જીતી ચૂકેલી ટીમ ઇન્ડિયા અંડર 19 વર્લ્ડકપના ઇતિહાસની સૌથી...More
India vs England U-19 World Cup Final: આજે અંડર 19 વર્લ્ડકપની ફાઇનલમાં ટીમ ઇન્ડિયાનો સામનો ઇગ્લેન્ડ સામે થશે. ચાર વખત ટાઇટલ જીતી ચૂકેલી ટીમ ઇન્ડિયા અંડર 19 વર્લ્ડકપના ઇતિહાસની સૌથી સફળ ટીમ છે. ઇગ્લેન્ડ વિરુદ્ધ શનિવારે ફાઇનલમાં યશ ધૂલની આગેવાનીમાં ટીમ શાનદાર પ્રદર્શન કરવાનો પ્રયાસ કરશે. મેચ શનિવારે ભારતીય સમય અનુસાર સાંજે સાડા છ વાગ્યે શરૂ થશે.
ભારતને જીતવા માટે 190 રનનો ટાર્ગેટ
અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલમાં ઇંગ્લેન્ડે ભારત વિરૂદ્ધ ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ દરમિયાન ઇંગ્લેન્ડની ટીમ 189 રનમાં ઓલઆઉટ થઈ હતી. ભારતને જીતવા માટે 190 રનનો ટાર્ગેટ આપ્યો છે.