IND vs NZ, 2nd ODI, Shardul Thakur: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 3 વનડે સીરીઝની બીજી મેચ 21 જાન્યુઆરીએ રાયપુરમાં રમાશે. બંને ટીમો વચ્ચેની આ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 1.30 વાગ્યે શરૂ થશે. હાલમાં ટીમ ઈન્ડિયા 3 વનડે શ્રેણીમાં 1-0થી આગળ છે. ભારતીય ટીમ બીજી વનડે જીતીને શ્રેણી પોતાના નામે કરવા ઈચ્છશે. આ સાથે જ ન્યૂઝીલેન્ડની ટીમ આ મેચ જીતીને શ્રેણીમાં વાપસી કરવા ઈચ્છશે. જો કે આ મેચ માટે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર લગભગ નિશ્ચિત માનવામાં આવે છે.


ઉમરાન મલિકની વાપસી નક્કી 


રાયપુર વનડે મેચમાં ઝડપી બોલર ઉમરાન મલિકની વાપસી ફિક્સ હોવાનું માનવામાં આવે છે. તે જ સમયે, ભારતીય પ્લેઇંગ ઇલેવનમાં ઉમરાન મલિકની વાપસી બાદ શાર્દુલ ઠાકુરને બહાર બેસવું પડી શકે છે. ઉમરાન મલિક ન્યુઝીલેન્ડ સામેની શ્રેણીની પ્રથમ મેચમાં ટીમનો ભાગ નહોતો. જ્યારે શાર્દુલ ઠાકુર પ્લેઈંગ ઈલેવનમાં રમ્યો હતો. શાર્દુલ ઠાકુરે પ્રથમ વનડેમાં 2 વિકેટ લીધી હતી. આ મેચમાં પાલઘર એક્સપ્રેસે 7.2 ઓવરમાં 54 રન આપીને 2 વિકેટ ઝડપી હતી, પરંતુ ફાસ્ટ બોલરને રાયપુર ODIમાં બહાર બેસવું પડી શકે છે.


રાયપુર ODI માટે ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ ઈલેવન-



રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, ઈશાન કિશન (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, વોશિંગ્ટન સુંદર, ઉમરાન મલિક, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી.


રાયપુર વનડે માટે ન્યુઝીલેન્ડની સંભવિત પ્લેઈંગ ઈલેવન-


ફિન એલન, ડેવોન કોનવે, હેનરી નિકોલ્સ, ડેરીલ મિશેલ, ટોમ લેથમ (C & WK), ગ્લેન ફિલિપ્સ, માઈકલ બ્રેસવેલ, મિશેલ સેન્ટનર, હેનરી શિપલે, લોકી ફર્ગ્યુસન, બ્લેર ટિકનર 



ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આવતીકાલે સીરીઝની બીજી વનડે મેચ રમાશે, કીવી ટીમ અત્યારે ભારતના પ્રવાસે છે અને અહીં હાલમાં તે ત્રણ મેચોની વનડે સીરીઝ રમી રહી છે, પ્રથમ વનડે મેચમાં ટીમ ઇન્ડિયાએ કીવી ટીમને 12 રનોથી હાર આપી હતી, જોકે, આ મેચનો ફેંસલો છેલ્લી 50મી ઓવરમાં થયો હતો, આ રોમાંચક મેચમાં ટીમ ઇન્ડિયાએ જીત મેળવીને સીરીઝમાં અત્યારે 1-0થી લીડ બનાવી લીધી છે.


ન્યૂઝીલેન્ડ સામેની બીજી વન-ડે અગાઉ ટીમ ઇન્ડિયાને લાગ્યો મોટો ઝટકો


હૈદરાબાદમાં ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ વન-ડેમાં સ્લો ઓવર રેટ બદલ ટીમ ઇન્ડિયાને આઇસીસીએ દંડ ફટકાર્યો હતો. રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ટીમ ઇન્ડિયાએ ન્યૂઝીલેન્ડ સામે 12 રને જીત મેળવી હતી. આ મેચમાં સ્લો ઓવર રેટના કારણે ભારતીય ટીમ પર આ દંડ ફટકારવામાં આવ્યો હતો. ન્યૂઝીલેન્ડ સામેની બીજી મેચમાં ભારતે ધીમી ઓવર રેટથી બોલિંગ કરી હતી. આ બાબતને ધ્યાનમાં લેતા મેચ રેફરી જવાગલ શ્રીનાથે ટીમ ઈન્ડિયાને મેચ ફીના 60 ટકા દંડ ફટકાર્યો હતો.