Upsets Of T20 World Cup: અફઘાનિસ્તાને ઓસ્ટ્રેલિયાને હરાવ્યું છે. રાશિદ ખાનની આગેવાનીમાં અફઘાનિસ્તાન 21 રને જીત્યું છે. પ્રથમ બેટિંગ કરવા આવેલી અફઘાનિસ્તાની ટીમે 20 ઓવરમાં 6 વિકેટે 148 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયા 19.2 ઓવરમાં 127 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. જો કે, ટી20 વર્લ્ડકપના ઈતિહાસમાં આ પહેલીવાર નથી જ્યારે મોટી ટીમોએ નાની ટીમોને હરાવીને ચોંકાવી હોય. T20 વર્લ્ડકપમાં ઉતાર-ચઢાવ આવ્યા છે. આજે અમે તમને અહીં T20 વર્લ્ડકપના ઈતિહાસના 10 સૌથી મોટા ઉલટફેર બતાવી રહ્યાં છીએ. 


ટી20 વર્લ્ડકપમાં થઇ રહ્યાં છે ઉલટફેર... 
2007માં પ્રથમ વખત T20 વર્લ્ડકપ રમાયો હતો. આ વર્લ્ડકપમાં ઝિમ્બાબ્વેએ ઓસ્ટ્રેલિયાને હરાવીને મોટો અપસેટ સર્જ્યો હતો. વળી, T20 વર્લ્ડકપ 2009 માં નેધરલેન્ડે ઇંગ્લેન્ડને હરાવીને આશ્ચર્યચકિત કર્યું. જ્યારે ગત T20 વર્લ્ડકપમાં નામીબિયાએ શ્રીલંકાને હરાવ્યું હતું. ટી20 વર્લ્ડકપ 2014માં ઈંગ્લેન્ડને નેધરલેન્ડ સામે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. આ પછી અફઘાનિસ્તાને T20 વર્લ્ડકપ 2016માં વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યું હતું. જોકે, આ ટૂર્નામેન્ટ પાછળથી વેસ્ટ ઈન્ડિઝે જીતી હતી.


ટી20 વર્લ્ડકપ 2016માં ઓમાને નેધરલેન્ડને હરાવ્યું હતું. નેધરલેન્ડની જીતને મોટો અપસેટ માનવામાં આવી રહ્યો હતો. જ્યારે ટી20 વર્લ્ડકપ 2021માં બાંગ્લાદેશને સ્કૉટલેન્ડે હરાવ્યું હતું. આ પહેલા ટી20 વર્લ્ડકપ 2014માં હોંગકોંગે બાંગ્લાદેશને હરાવ્યું હતું. T20 વર્લ્ડકપ 2007માં વેસ્ટ ઈન્ડિઝને બાંગ્લાદેશ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. વળી, આજે અફઘાનિસ્તાને ઓસ્ટ્રેલિયાને હરાવીને T20 વર્લ્ડકપના ઇતિહાસમાં કદાચ સૌથી મોટો અપસેટ સર્જ્યો છે. જો કે આ હારથી મિચેલ માર્શની કેપ્ટનશીપમાં ઓસ્ટ્રેલિયાની મુશ્કેલીઓ વધી ગઈ છે.