બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા તેના લુક અને મોંઘા આઉટફિટને કારણે અવારનવાર હેડલાઇન્સમાં રહે છે, પરંતુ આ વખતે તે ક્રિકેટર ઋષભ પંતને તેના જન્મદિવસની શુભેચ્છાઓ પર ચર્ચામાં આવી ગઈ છે. ઉર્વશીએ ઋષભને તેના જન્મદિવસની શુભેચ્છા પાઠવતા ફેન્સે તેને ટ્રોલ કરી છે.
વાસ્તવમાં 4 ઓક્ટોબરે ઋષભ પંતનો જન્મદિવસ હતો. તે 24 વર્ષનો થઈ ગયો છે. આ પ્રસંગે અભિનેત્રી ઉર્વશીએ ટ્વિટ કરીને તેના જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. ઉર્વશીએ તેને એક દિવસ બાદ અભિનંદન આપ્યા હતા. તેણે ટ્વીટર પર શુભેચ્છા પાઠવી હતી. તેણે ઋષભ માટે લખ્યું 'હેપ્પી બર્થ ડે'. ઉર્વશીના આ ટ્વિટથી ચાહકોને તેમના અફેરના સમાચાર યાદ આવ્યા. હકીકતમાં ત્રણ વર્ષ પહેલા તેમના અફેરના અહેવાલો આવ્યા હતા. એવા અહેવાલો હતા કે ઋષભ અભિનેત્રીને ડેટ કરી રહ્યો છે, જોકે બંને પાછળથી અલગ થઈ ગયા. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો ઋષભે ઉર્વશીને વોટ્સએપ પર બ્લોક પણ કરી દીધી હતી.ૉ
ઉર્વશીના આ ટ્વિટ બાદ તેને ટ્રોલિંગનો શિકાર બનવું પડ્યું હતું. ચાહકોએ તેને ઋષભથી દૂર રહેવાની સલાહ આપી હતી. એક યૂઝરે કહ્યું કે તેણે અત્યારે ઋષભને વિચલિત કરવાનો પ્રયાસ ન કરવો જોઈએ કારણ કે ટી 20 નજીક આવી રહી છે. એક યુઝરે લખ્યું કે, "પંત ભૈયાએ તેમને વોટ્સએપ પર બ્લોક કર્યા છે તેથી તેમણે ટ્વિટર પર શુભેચ્છા પાઠવી હતી. આધુનિક સમસ્યાઓને આધુનિક સમાધાનની જરૂર છે."
તો ત્યાં અન્ય એક યુઝરે લખ્યું કે, "કૃપા કરીને વર્લ્ડ કપ પહેલા અમારા છોકરાને પરેશાન ન કરો".
ઉર્વશી ઘણીવાર સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે, તાજેતરમાં જ તેણે કહ્યું હતું કે તેને યુએઈનો ગોલ્ડન વિઝા મળ્યો છે. આ વિઝા સાથે ફોટો શેર કરતી વખતે તેણે લખ્યું હતું કે તે આટલી નાની ઉંમરે ગોલ્ડન વિઝા મેળવનાર પ્રથમ મહિલા અભિનેત્રી અને ભારતીય બની છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ઉર્વશી ટૂંક સમયમાં રણદીપ હુડા સાથે વેબસીરીઝ 'ઇન્સ્પેક્ટર અવિનાશ'માં કામ કરતી જોવા મળશે. આ સિવાય તે 'બ્લેક રોઝ' અને 'થિરુતુ પાયલ 2'ની હિન્દી રિમેકમાં પણ જોવા મળશે.