vaibhav suryavanshi india a: તાજેતરમાં જ પૂરી થયેલી IPL 2026 સીઝનમાં પોતાના બેટથી બોલરોનો પરસેવો છોડાવનાર વૈભવ સૂર્યવંશી ફરી એકવાર મેદાન પર ઉતરવા માટે તૈયાર છે. IPLમાં રનનો વરસાદ કરીને ઓરેન્જ કેપ જીતનાર વૈભવ હવે સીધો ટીમ ઈન્ડિયાની જર્સીમાં જોવા મળશે. તે આગામી 9 જૂનથી શ્રીલંકામાં શરૂ થઈ રહેલી ઈન્ડિયા A, શ્રીલંકા A અને અફઘાનિસ્તાન A વચ્ચેની ત્રિકોણીય (Tri-series) શ્રેણીમાં રમતો જોવા મળશે.

Continues below advertisement

તમને જણાવી દઈએ કે, IPL 2026 ની સીઝન વૈભવ સૂર્યવંશી માટે કોઈ સપનાથી કમ ન હતી. તેણે આ સીઝનમાં રેકોર્ડબ્રેક પ્રદર્શન કરતા કુલ 776 રન ફટકાર્યા હતા અને સૌથી વધુ 72 છગ્ગા પણ માર્યા હતા. તેના આ શાનદાર પ્રદર્શન માટે તેને ઓરેન્જ કેપની સાથે એક શાનદાર કાર પણ ઇનામમાં મળી હતી. એટલું જ નહીં, તેને આખી સીઝનનો 'મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર' (MVP) પણ જાહેર કરવામાં આવ્યો હતો.

Continues below advertisement

IPL ના આ ધમાકેદાર પ્રદર્શન બાદ પસંદગીકારોએ તેને આગામી ત્રિકોણીય શ્રેણી માટે ઈન્ડિયા A ટીમમાં સ્થાન આપ્યું છે. તિલક વર્માની કેપ્ટનશીપ હેઠળ ઈન્ડિયા A ટીમ 9 જૂનથી શ્રીલંકાના પ્રવાસે છે. આ સીરીઝની પહેલી જ મેચ દામ્બુલામાં ભારત અને શ્રીલંકા A વચ્ચે રમાશે, જેમાં ક્રિકેટ ફેન્સ ફરી એકવાર વૈભવને ચોગ્ગા-છગ્ગા ફટકારતો જોઈ શકશે. ત્યારબાદ 11 જૂને ટીમનો મુકાબલો અફઘાનિસ્તાન A સામે થશે. આ ટૂર્નામેન્ટમાં દરેક ટીમ એકબીજા સામે બે-બે વાર ટકરાશે.

આ પણ વાંચોઃ ICCની મોટી કાર્યવાહી: T20 વર્લ્ડ કપ રમનાર આ દેશની ક્રિકેટ ટીમનું સભ્યપદ સસ્પેન્ડ કર્યું

ભારત A ટીમનું આખું શેડ્યૂલ:

9 જૂન: ભારત A વિરુદ્ધ શ્રીલંકા A

11 જૂન: ભારત A વિરુદ્ધ અફઘાનિસ્તાન A

15 જૂન: ભારત A વિરુદ્ધ શ્રીલંકા A

17 જૂન: ભારત A વિરુદ્ધ અફઘાનિસ્તાન A

21 જૂન: ફાઇનલ મેચ

આ પણ વાંચોઃ IPL 2026 ફાઇનલ: ગુજરાતને 5 વિકેટે હરાવીને RCB બન્યું ચેમ્પિયન, સતત બીજી વાર ટાઇટલ જીત્યું

ત્રિકોણીય શ્રેણી માટે ઈન્ડિયા A ની ટીમ:

તિલક વર્મા (કેપ્ટન), રુતુરાજ ગાયકવાડ (વાઈસ-કેપ્ટન), પ્રિયાંશ આર્ય, વૈભવ સૂર્યવંશી, આયુષ બદોની, નિશાંત સિંધુ, સૂર્યાંશ શેડગે, પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), કુમાર કુશાગ્ર (વિકેટકીપર), યુવરાજ સિંહ, વિપુલ સિંહ, એન. કંબોજ, અરશદ ખાન અને અનુકુલ રોય.

આ પણ વાંચોઃ IPL 2026: 15 વર્ષના વૈભવ સૂર્યવંશીએ ફાઇનલ રમ્યા વિના જ રચ્યો ઇતિહાસ, બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ