આ લિસ્ટમાં જાધવ બાદ કિંગ્સ ઇલેવન પંજાબના બેટ્સમેન ગ્લેન મેક્સવેલનુ નામ છે. વિસ્ફોટક ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડરે 56 બૉલનો સામનો કર્યો છે, પરંતુ હજુ સુધી એકપણ સિક્સ લગાવી શક્યો નથી. સનરાઇઝર્સ હૈદરાબાદના કેન વિલિયમસને પણ એકપણ સિક્સ લગાવ્યા વિના 54 બૉલ રમ્યા છે. જ્યારે કૉલકત્તા નાઇટ રાઇડર્સના કેપ્ટન દિનેશ કાર્તિકે 48 બૉલ રમ્યા છે પરંતુ એકપણ છગ્ગો ફટકાર્યો નથી.
સહેવાગે પણ જાધવ પર કર્યો હતો કટાક્ષ
ટીમ ઇન્ડિયા પૂર્વ વિસ્ફોટક ઓપનર સહેવાગે પણ કેદાર જાધવની બેટિંગની નિંદા કરી હતી. તેને કહ્યું હતુ કે,- કેટલાક ખેલાડી ફ્રેન્ચાઇઝીને સરકાર નોકરી સમજી બેઠા છે. સહેવાગે કહ્યું- આ લક્ષ્યનો પીછો કરવા જોઇતો હતો, પરંતુ કેદાર જાધવ અને રવિન્દ્ર જાડેજા દ્વારા રમવામા આવેલા ડૉટ બૉલે મદદ ના કરી. મારા મતે ચેન્નાઇના કેટલાક બેટ્સમેન સીએસકેને સરકારી નોકરી સમજે છે, ભલે તમે પ્રદર્શન કરો કે ના કરો, તેમને ખબર છે કે તેમનો પગાર નથી કપાવવનો. ચેન્નાઇએ આઇપીએલ હરાજીમાં કેદાર જાધવને 7 કરોડથી વધુની રકમમાં ખરીદ્યો છે.
સહેવાગે પોતાની ફેસબુક સીરીઝ વીરુ કી બેઠકમાં કહ્યું મેન ઓફ ધ મેચનો અસલી હકદાર કેદાર જાધવ છે. સહેવાગે કહ્યું કે કેદાર જાધવ રન કરવાના તો દુર, તે દોડવા પણ ન હતો માંગતો.