વિશ્વના સૌથી શ્રેષ્ઠ સ્પિનરોમાના એક શેન વોર્નનું થોડા દિવસ પહેલા હાર્ટ એટેકના કારણે મોત થયું હતું. આ સમાચાર સાંભળી વિશ્વભરના ફેન્સને આંચકો લાગ્યો હતો. વોર્નની ઉંમર માત્ર 52 વર્ષની હતી. આ મહાન ખેલાડીને આજે એટલે કે રવિવારે ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં અંતિમ વિદાઈ આપવામાં આવી હતી. તેમની અંતિમયાત્રામાં વિશ્વભરના ક્રિકેટના ખેલાડીઓ અને મિત્રો સામેલ થયા હતા. આ પ્રસંગે દરેકની આંખમાં આંસુ આવી ગયા હતા. વોર્નની અંતિમયાત્રાની કેટલીક તસવીરો સામે આવી છે.
ક્રિકેટ જગતના દિગ્ગજ ખેલાડીઓ રહ્યા હાજર
વોર્નની અંતિમયાત્રામાં ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઈકલ વોન, ફાસ્ટ બોલર ગ્લેન મેકગ્રાથ,મર્વ હ્યુજેસ, ઈયાન હિલી અને માર્ક વો સહિત અંદાજે 80 જેટલા ક્રિકેટ ખેલાડીઓ હાજર રહ્યા હતા. શેન વોર્નનું થાઈલેન્ડમાં એક રિસોર્ટમાં હાર્ટ એટેકને કારણે નિધન થયું હતું. તેમના પાર્થિવ શરીરને ચાર્ટર્ડ ફ્લાઈટ દ્વારા ઓસ્ટ્રેલિયા લાવવામાં આવ્યો હતો.
રવિવારે યોજાયેલા વોર્નની અંતિમયાત્રામાં સામેલ થવા વિશ્વભરના દિગ્ગજો ઓસ્ટ્રેલિયા પહોંચ્યા હતા. તો બીજી તરફ આ મહિનાના અંતમાં વોર્નના પ્રિય ક્રિકેટ ગ્રાઉન્ડ મેલબોર્નમાં સાર્વજનિક શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. 80 જેટલા દિગ્ગજ ક્રિકેટરોએ વોર્નને વિદાઈ આપી હતી. જેમા ઓસ્ટ્રલિયાના પૂર્વ ટેસ્ટ કેપ્ટનોના એક ગ્રુપે જેમા એલન બોર્ડર,માર્ક ટેલર અને માઈકલ ક્લાર્ક સામે છે તેમણે ખાસ રીતે શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેઓએ વિક્ટોરિયન, આઈસીસીની રિપોર્ટનું સન્માન કર્યું હતું.
એમસીસીમાં શ્રદ્ધાજલિ આપવામાં આવશે
30 માર્ચના રોજ વોર્નના એક શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં મોટી સંખ્યા ઉમટવાની આશા છે જેનું આયોજન એમસીજી ખાતે કરવામાં આવ્યું છે. નોંધનિય છે કે વોર્ને તમના 15 વર્ષના ક્રિકેટ કેરિયરમાં આ મેદાન પર ઘણી યાદગાર ક્ષણો વિતાવી છે. તેમણે આ મેદાન પર 2006માં બોક્સિંગ ડે પર 700મી ટેસ્ટ વિકેટ લીધી હતી, જ્યારે તેમણે ઈંગ્લેન્ડમા કેપ્ટન સ્ટ્રોસને આઉટ કર્યો હતો,