ખાસ વાત છે કે, દેશમાં લૉકડાઉન ચાલી રહ્યુ હતુ તે સમયે પણ મોહમ્મદ શમી રસ્તાં પર બહાર નીકળીને જરૂરિયાતમંદ ગરીબો અને મજૂરોને મદદ કરતો હતો, તે સમયે પણ લોકોએ શમીની ખુબ પ્રસંશા કરી હતી. ત્યારે શમી દિલ્હી-મુરાદાબાદ હાઇવે પર મજૂરોની મદદ કરતો દેખાયો હતો.
ઉલ્લેખનીય છે કે, હાલના સમયમાં મોહમ્મદ શમી પોતાના હૉમ ટાઉન ઉત્તરપ્રદેશના અમરોહામાં છે. થોડાક દિવસો પહેલા શમીએ નેટ્સમાં બૉલિંગની પ્રેક્ટિસ કરી હતી. તે વીડિયો પણ વાયરલ થયો હતો. શમીની અમરોહામાં પોતાની ક્રિકેટ એકેડેમી પણ છે.
છેલ્લા ત્રણ મહિનાથી જીવલેણ કોરોના વાયરસના કેરથી ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પર બ્રેક લાગેલી છે. આ બધાની વચ્ચે મોટા ભાગના ભારતીય ક્રિકેટરો સોશ્યલ મીડિયા પર પોતાના ફેન્સ સાથે રૂબરૂ થતા રહ્યાં છે. 8મી જુલાઇથી ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝની વચ્ચે ટેસ્ટ સીરીઝથી ક્રિકેટની વાપસી થવાની છે.