જોહાનિસબર્ગમાં જ્યારે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બીજા દિવસની રમત શરૂ થવાની હતી ત્યારે તે પહેલા એક રમુજી નજારો જોવા મળ્યો. વાસ્તવમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં જોઈ શકાય છે કે ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ રમતની શરૂઆત પહેલા ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિનની બોલિંગ એક્શનની નકલ કરી રહ્યો છે.
આ પહેલા પણ બુમરાહ અલગ-અલગ પ્રકારની બોલિંગ એક્શન કરતો જોવા મળ્યો છે, તેથી આ વીડિયો જોઈને ચાહકોને આશ્ચર્ય ન થવું જોઈએ પરંતુ વોન્ડરર્સમાં જોવા મળેલો નજારો જોઈને અશ્વિન પણ હસી પડ્યો હતો.
આ વીડિયોને ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે અને બુમરાહની સ્ટાઈલ લોકોને પણ ગમી છે. ઉલ્લેખનીય છે કે દ.આફ્રિકા સિરીઝમાં જસપ્રીત બુમરાહને ઓફ સ્પિન કરતો જોઈ ફેન્સને એશિઝ સિરીઝ યાદ આવી હતી. અત્યારે ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલી એશિઝ સિરીઝમાં ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર ઓલી રોબિન્સને પણ બીજી ટેસ્ટ મેચમાં ઓફ સ્પિન કરતો જોવા મળ્યો હતો. તેવામાં યૂઝર્સે કહ્યું કે જો બુમરાહ સ્પિન બોલિંગ કરશે તો ઓવર રેટનો પ્રશ્ન પણ સામે આવશે નહીં.
જો આપણે આ મેચની વાત કરીએ તો, દક્ષિણ આફ્રિકાની બીજી ઇનિંગ 229 રન પર સમાપ્ત થઈ ગઈ હતી, જેનો અર્થ એ થયો કે તેને પ્રથમ દાવના આધારે 27 રનની લીડ મળી હતી.
હવે આ મેચની સ્થિતિ અને દિશા બીજી ઇનિંગ નક્કી કરશે કારણ કે જો ભારતીય બેટ્સમેનો બીજી ઇનિંગમાં સ્કોરબોર્ડ પર રન લગાવે છે તો આફ્રિકાની ધરતી પર પ્રથમ વખત ટેસ્ટ સિરીઝ જીતવાનું સપનું જોહાનિસબર્ગમાં જ પૂર્ણ થશે.
જસપ્રીત બુમરાહ ભારતનો મુખ્ય બોલર છે. તેણે તમામ વિદેશ પ્રવાસમાં સારું પ્રદર્શન કર્યું છે. આથી ભારતે વિદેશમાં ટેસ્ટ શ્રેણી જીતી છે. જોહાનિસબર્ગમાં ચાલી રહેલી ટેસ્ટમાં ભારતની નજર બોલરો પર છે. કારણ કે ભારતનો પ્રથમ દાવ 202ના સ્કોર સાથે પૂરો થયો છે.