Umran Malik Tilak Controversy: છેલ્લા બે દિવસથી હોટલમાં ટીમ ઈન્ડિયાના સ્વાગતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં હોટલનો સ્ટાફ તિલક લગાવીને ભારતીય ખેલાડીઓનું સ્વાગત કરતો જોવા મળે છે. આ સમય દરમિયાન કેટલાક ખેલાડીઓ અને સ્ટાફે તિલક લગાવવાનો ઇનકાર કર્યો હતો ઉમરાન મલિક પણ તેમાં સામેલ છે. કેટલાક યુઝર્સ આ વીડિયો દ્વારા ઉમરાન મલિક પર વાંધાજનક ટિપ્પણી કરી રહ્યા છે. જો કે હવે ક્રિકેટ ચાહકો પણ આ યુવા ખેલાડીના સમર્થનમાં સામે આવ્યા છે. આ વીડિયોના જવાબમાં ચાહકો સોશિયલ મીડિયા પર એક તસવીર પોસ્ટ કરી રહ્યા છે જેમાં ઉમરાન તિલક લગાવતો જોવા મળી રહ્યો છે.


તિલક ન લગાવવા પર ટ્રોલ થયો ઉમરાન


ભારતીય ક્રિકેટ ચાહકોએ આ તસવીર દ્વારા ટીકાકારોને સંપૂર્ણ રીતે ચૂપ કરી દીધા છે. કોઈ લખી રહ્યું છે કે આ પ્રચાર બંધ કરો તો કોઈએ લખ્યું છે કે આ તસવીર એ લોકો માટે છે જેમને ગઈકાલથી પેટમાં દુખાવો છે. કેટલાકે એમ પણ લખ્યું છે કે ઉમરાન મલિકની સાથે વિક્રમ રાઠોડ અને હરિ પ્રસાદ મોહને પણ તિલક લગાવ્યું ન હતું, પરંતુ ઉમરાન મલિકને નિશાન બનાવવામાં આવ્યા કારણ કે તે એક ખાસ ધર્મનો છે.
















ક્રિકેટ ચાહકોએ આપ્યો જડબાતોડ જવાબ


જો કે વાયરલ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક, વિક્રમ રાઠોડ અને હરિ પ્રસાદ હોટલમાં સ્વાગત દરમિયાન લગાવતા નથી. આ વીડિયો શેર કરીને યુઝર્સ ઉમરાન અને સિરાજને નિશાન બનાવી રહ્યા હતા.