Virat Dance Viral: ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીએ (Virat Kohli) નૉર્વેજિયન ડાન્સ ગૃપ ક્વિક સ્ટાઇલ (Quick Style) ની સાથે ડાન્સ કર્યા છે. કોહલી ક્વિક સ્ટાઇલની સાથે 'સ્ટીરિયો નેશન'ના ગીત 'ઇશ્ક' પર ઠૂમકા લગાવતો જોવા મળ્યો હતો.
વિરાટ કોહલીએ આ ડાન્સ વીડિયોને ક્વિક સ્ટાઇલ ગૃપ અને કોહલીના ઇન્સ્ટાગ્રામ પર એક સાથે શેર કરવામાં આવ્યો છે અને સાથે જ કેપ્શન લખેલુ છે- જ્યારે ક્વિક સ્ટાઇલને મળ્યા વિરાટ...
આ વીડિયોમાં તમે જોઇ શકો છો કે, ક્વિક સ્ટાઇલની એક મેમ્બર વીડિયોની શરૂઆતમાં એક ક્રિકેટ બેટ ઉઠાવે છે, અને તે નથી જાણતી કે આનું શું કરવામાં આવે, જે પછી સફેદ ટી-શર્ટ અને કાળા જીન્સ પહેરેલો કોહલી આવે છે, અને તેની પાસેથી બેટ માંગે છે અને પછી બેટ પકડીને સ્ટેપ્સ કરે છે. જે પછી ગૃપના તમામ સભ્યો આવે છે અને વિરાટ કોહલીની સાથે શાનદાર ડાન્સથી ઠૂમકા લગાવે છે.
ઉલ્લેખનીય છે કે, આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર અત્યાર સુધી 3 મિલિયનથી વધુ લોકો જોઇ ચૂક્યા છે.
-
Watch: મેચ બાદ કોહલીએ જીત્યું ઓસ્ટ્રેલિયન ફેન્સનું દિલ, ઉસ્માન ખ્વાજાને ગિફ્ટમાં આપી જર્સી
Virat Kohli Gift Jersey To Usman Khawaja Video: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી અને છેલ્લી ટેસ્ટ રમાઈ હતી. આ મેચ ડ્રો રહી હતી. આ મેચમાં બંને ટીમો તરફથી શાનદાર બેટિંગ જોવા મળી હતી. ભારતીય બેટ્સમેન વિરાટ કોહલી અને ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ઉસ્માન ખ્વાજા માટે આ મેચ ખૂબ જ ખાસ હતી. બંનેએ શાનદાર સદીની ઇનિંગ્સ રમી હતી. મેચ બાદ બંને વચ્ચે શાનદાર મિત્રતા જોવા મળી હતી. કોહલીએ તેની જર્સી ઉસ્માન ખ્વાજાને ભેટમાં આપી હતી.
ખ્વાજા-કોહલી વચ્ચે જોવા મળી મિત્રતા
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ચોથી ટેસ્ટ મેચ બાદ ઉસ્માન ખ્વાજા અને વિરાટ કોહલી વચ્ચે શાનદાર મિત્રતા જોવા મળી હતી. મેચ પૂરી થયા બાદ વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન ઉસ્માન ખ્વાજાને પોતાની જર્સી ભેટમાં આપી હતી. આ સુંદર ક્ષણનો વીડિયો BCCIએ શેર કર્યો છે. આ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે, "કિંગ કોહલી પાસે અંતિમ ટેસ્ટ પછી તેની ઓસ્ટ્રેલિયન ટીમના ખેલાડીઓને આપવા માટે કેટલીક યાદગાર વસ્તુઓ હતી."
આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે વિરાટ કોહલીએ તેના નામની બે જર્સી પકડી રાખી છે. પહેલા તે ઉસ્માન ખ્વાજા સાથે હાથ મિલાવે છે અને તેને તેના નામની જર્સી આપે છે. આ પછી તે અન્ય ઓસ્ટ્રેલિયન ખેલાડી સાથે હાથ મિલાવે છે અને તેની જર્સી આપે છે. કિંગ કોહલીની આ ભેટ બધાને પસંદ આવી રહી છે. આ વીડિયોને ફેન્સ દ્વારા પણ ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને 6 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે.
કોહલીએ 28મી ટેસ્ટ સદી ફટકારી, ખ્વાજાએ ભારત સામે પ્રથમ સદી ફટકારી
આ ચોથી ટેસ્ટ મેચમાં વિરાટ કોહલીએ 28મી ટેસ્ટ સદી ફટકારી છે. તેણે 3 વર્ષથી વધુ સમય બાદ પોતાની ટેસ્ટ સદી ફટકારી હતી. કોહલીને આ સદી માટે 23 ટેસ્ટ મેચોની લાંબી રાહ જોવી પડી હતી. તેણે 15 ચોગ્ગાની મદદથી 186 રનની ઇનિંગ રમી હતી. આ સાથે જ ઉસ્માન ખ્વાજા ભારત સામે પોતાની પ્રથમ ટેસ્ટ સદી ફટકારવામાં સફળ રહ્યો હતો. તેણે 21 ચોગ્ગાની મદદથી 180 રન બનાવ્યા હતા.