KKR Captaincy Options: IPL 2023 31 માર્ચથી શરૂ થઈ રહી છે, પરંતુ તે પહેલા કોલકાતા નાઈટ રાઈડર્સને મોટો ઝટકો લાગ્યો છે. વાસ્તવમાં શાહરૂખ ખાનની ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સનો કેપ્ટન શ્રેયસ ઐય્યર અમદાવાદમાં રમાયેલી બોર્ડર ગવાસ્કર ટ્રોફીની છેલ્લી ટેસ્ટ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. આ ઈજાના કારણે તે મેચમાં બેટિંગ કરવા પણ આવી શક્યો ન હતો. આવી સ્થિતિમાં હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે તેની ઈજાના કારણે ઐય્યર આઇપીએલની 16મી સિઝનમાંથી પણ બહાર થઈ શકે છે. આવી સ્થિતિમાં આજે અમે તમને એવા ખેલાડીઓ વિશે જણાવીશું જે શ્રેયસની ગેરહાજરીમાં KKRની કેપ્ટનશીપ સંભાળી શકે છે.






આન્દ્રે રસેલ


વેસ્ટ ઈન્ડિઝનો અનુભવી બેટ્સમેન અને વિસ્ફોટક બેટ્સમેન આન્દ્રે રસેલ KKRના સૌથી અનુભવી ખેલાડીઓમાંથી એક છે. તેણે ઘણી વખત એકલા હાથે ટીમને જીત અપાવી છે. આવી સ્થિતિમાં શ્રેયસની ગેરહાજરીમાં કોલકાતા નાઈટ રાઈડર્સ રસેલને પોતાનો કેપ્ટન બનાવી શકે છે.


ટિમ સાઉથી


ન્યૂઝીલેન્ડનો અનુભવી ફાસ્ટ બોલર ટિમ સાઉથી પણ KKR માટે કેપ્ટનશિપ કરતો જોવા મળી શકે છે. સાઉદીએ ઘણી વખત કિવી ટીમની કેપ્ટનશીપ પણ સંભાળી શકે છે. તે હાલમાં ન્યૂઝીલેન્ડ ટેસ્ટ ટીમનો કેપ્ટન પણ છે. આવી સ્થિતિમાં કેકેઆરને પણ તેના કેપ્ટનશિપના અનુભવનો ફાયદો મળી શકે છે અને ફ્રેન્ચાઇઝી તેને કેપ્ટન બનાવી શકે છે.


નીતિશ રાણા


નીતિશ રાણા પણ લાંબા સમયથી KKR તરફથી IPLમાં રમી રહ્યો છે. તેણે ડોમેસ્ટિક ક્રિકેટમાં પણ ટીમની કેપ્ટનશિપ કરી છે. લાંબા સમયથી KKR સાથે સંકળાયેલ હોવાને કારણે તે ટીમની સારી સમજ પણ ધરાવે છે. આવી સ્થિતિમાં જો શ્રેયસ ઈજાના કારણે IPLમાંથી બહાર થઈ જાય છે તો નીતિશ રાણા પણ KKRના કેપ્ટન બની શકે છે.


Watch Video: હરલીન દેઓલનો બ્રાઉન્ડ્રીથી ડાયરેક્ટ હિટ થ્રો....બેટ્સમેન સહિત ખેલાડીઓ પણ દંગ, વીડિયો વાયરલ


Harleen Deol Viral Video: આજે મહિલા પ્રીમિયર લીગમાં મુંબઈ ઈન્ડિયન્સની સામે ગુજરાત જાયન્ટ્સની ટીમ હતી.  મહિલા  પ્રીમિયર લીગની 12મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાત જાયન્ટ્સને 55 રનથી હરાવ્યું હતું. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા મુંબઈએ 20 ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને 162 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાત જાયન્ટ્સની ટીમ 20 ઓવરમાં નવ વિકેટે 107 રન જ બનાવી શકી હતી. મુંબઈ ઈન્ડિયન્સની ટીમની આ સતત પાંચમી જીત હતી.   આ મેચનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.



હરલીન દેઓલનો થ્રો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો


મુંબઈ ઈન્ડિયન્સની ઈનિંગની 18મી ઓવરમાં હુમૈરા કાઝી કેપ્ટન હરમનપ્રીત કૌર સાથે બેટિંગ કરી રહી હતી, બોલ એનાબેલ સધરલેન્ડના હાથમાં હત.  જો કે, હરમનપ્રીત કૌરે મિડ-ઑન બાઉન્ડ્રી તરફ શૉટ માર્યો  પરંતુ હરલીન દેઓલે બાઉન્ડ્રીથી ડાયરેક્ટ હિટ  મારી બેટ્સમેનને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. બેટ્સમેન સહિત ગુજરાત જાયન્ટ્સના ખેલાડીઓ હરલીન દેઓલના આ થ્રો પર વિશ્વાસ કરી શક્યા ન હતા, પરંતુ હુમૈરા કાઝીને પેવેલિયન પરત ફરવું પડ્યું હતું. 


મહિલા  પ્રીમિયર લીગની 12મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાત જાયન્ટ્સને 55 રનથી હરાવ્યું હતું. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા મુંબઈએ 20 ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને 162 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાત જાયન્ટ્સની ટીમ 20 ઓવરમાં નવ વિકેટે 107 રન જ બનાવી શકી હતી. મુંબઈ ઈન્ડિયન્સની ટીમની આ સતત પાંચમી જીત હતી