Virat Kohli-KL Rahul Record: ભારતે પાકિસ્તાનને હરાવ્યું છે. આ મેચમાં રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય ટીમે પાકિસ્તાનને 228 રનના વિશાળ અંતરથી હરાવ્યું હતું. જો કે આ પહેલા ભારત માટે વિરાટ કોહલી અને કેએલ રાહુલે શાનદાર સદીની ઇનિંગ્સ રમી હતી. વિરાટ કોહલી અને કેએલ રાહુલ વચ્ચે ત્રીજી વિકેટ માટે 233 રનની અતૂટ ભાગીદારી થઈ હતી. આ સિવાય વિરાટ કોહલી અને કેએલ રાહુલે ઘણા મોટા રેકોર્ડ તોડ્યા.


વિરાટ કોહલી અને કેએલ રાહુલ વચ્ચે ત્રીજી વિકેટ માટે 233 રનની ભાગીદારી થઈ હતી. એશિયા કપના ઇતિહાસમાં આ સૌથી મોટી ભાગીદારી છે. આ પહેલા આ રેકોર્ડ પાકિસ્તાનના મોહમ્મદ હાફીઝ અને નાસિર જમશેદના નામે હતો. એશિયા કપ 2012માં બંને ખેલાડીઓ વચ્ચે 224 રનની ભાગીદારી થઈ હતી. આ મેચમાં ભારત અને પાકિસ્તાનની ટીમો આમને-સામને હતી.


વિરાટ કોહલી અને કેએલ રાહુલે ઘણા મોટા રેકોર્ડ પોતાના નામે કર્યા...


આ સિવાય વિરાટ કોહલી અને કેએલ રાહુલે ભારત અને પાકિસ્તાન વચ્ચેની કોઈપણ મેચમાં સૌથી મોટી ભાગીદારી કરી હતી. આ પહેલા આ રેકોર્ડ સચિન તેંડુલકર અને નવજોત સિંહ સિદ્ધુના નામે હતો. સચિન તેંડુલકર અને નવજોત સિંહ સિદ્ધુ વચ્ચે બીજી વિકેટ માટે 231 રનની ભાગીદારી થઈ હતી. જ્યારે વર્ષ 2018માં શિખર ધવન અને રોહિત શર્માએ પાકિસ્તાન સામે 210 રનની ભાગીદારી નોંધાવી હતી.



વિરાટ કોહલી અને કેએલ રાહુલનું મોટું પરાક્રમ...


ODI ક્રિકેટના ઈતિહાસમાં આ માત્ર ત્રીજી વખત છે જ્યારે ભારત માટે નંબર 3 અને નંબર 4 બેટ્સમેનોએ મેચમાં સદીનો આંકડો પાર કર્યો હોય. રાહુલ દ્રવિડ અને સચિન તેંડુલકર સિવાય ગૌતમ ગંભીર અને વિરાટ કોહલીએ આ સિદ્ધિ મેળવી હતી. આ રીતે, આજની મેચમાં વિરાટ કોહલી અને કેએલ રાહુલે 3 મોટા રેકોર્ડ તોડ્યા. આ પછી ભારતીય ટીમ શ્રીલંકાના પડકારનો સામનો કરશે. ભારત અને શ્રીલંકા વચ્ચે મંગળવારે મેચ રમાશે. ભારતીય સમય અનુસાર આ મેચ બપોરે 3 વાગ્યે શરૂ થશે.  


ભારતે બનાવ્યા હતા 356 રન


એશિયા કપમાં ભારતે પાકિસ્તાનને જીતવા 357 રનનો ટાર્ગેટ આપ્યો હતો. રિઝર્વ ડે પર ભારતના વિરાટ કોહલી અને કેએલ રાહુલે પાકિસ્તાનના બોલરોને વિકેટ લેવા તરસાવ્યા હતા. બંને બેટ્સમેનોએ ભારતનો સ્કોર 2 વિકેટના નુકસાન પર 356 રન સુધી પહોંચાડ્યો હતો. વિરાટ કોહલી 94 બોલમાં 122 રન અને કેએલ રાહુલ 106 બોલમાં 111 રન બનાવી નોટ આઉટ રહ્યા હતા.