Virat Kohli: ટીમ ઇન્ડિયાએ પાકિસ્તાન સામે કોલંબોમાં રમાયેલી વનડે મેચમાં શાનદાર બેટિંગ કરી હતી, આ મેચમાં કેપ્ટન રોહિત શર્મા (56 રન) અને શુભમન ગીલ (58 રન)ની ઉપયોગી અર્ધશતકીય ઇનિંગ બાદ વિરાટ અને રાહુલે મોરચો સંભાળ્યો હતો. વિરાટે આ મેચમાં 94 બૉલમાં 9 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે 122 રનની ઇનિંગ રમી હતી, જ્યારે કેએલ રાહુલે 106 બૉલનો સામનો કરીને 12 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે 111 રન બનાવ્યા હતા. આ સાથે જ પાકિસ્તાની ટીમને એશિયા કપની સુપર 4 મેચમાં જીત માટે 357 રનનો વિશાળ ટાર્ગેટ મળ્યો હતો.


અનુષ્કાએ શું કરી પોસ્ટ


વિરાટ કોહલીએ સદી ફટકાર્યા બાદ તેની પત્ની અનુષ્કા શર્માએ ઈન્સ્ટાગ્રામ પોસ્ટ કરી. જેમાં તેણે લખ્યું, સુપર નોક.. ઉપરાંત હાર્ટની ઈમોજી પણ મુકી.






વિરાટ કોહલીએ 278 વનડે મેચોની 267 ઇનિંગ્સમાં 13024 રન બનાવ્યા છે. આનાથી ઓછી ઈનિંગ્સમાં અન્ય કોઈ બેટ્સમેન ODI ફોર્મેટમાં 13 હજાર રનનો આંકડો સ્પર્શી શક્યો નથી. અત્યાર સુધી વિરાટ કોહલીએ પોતાની ODI કરિયરમાં 47 સદી ફટકારી છે. કોહલીએ આંતરરાષ્ટ્રીય કરિયરની 77મી સદી ફટકારી હતી. તેણે મહાન બેટ્સમેન સચિન તેંડલુકરને રેકોર્ડ તોડી નાંખ્યો હતો. કોહલી વન ડેમાં સૌથી ઝડપી 13 હજાર રન બનાવનારો ક્રિકેટર બન્યો હતો. તેણે માત્ર 267 ઈનિંગમાં આ કારનામું કર્યુ. જ્યારે સચિને 321 ઈનિંગમા 13 હજાર વન ડે રન પૂરા કર્યા હતા.


સૌથી ઓછી ઈનિંગમાં વન ડેમાં 13,000 રન બનાવનાર ખેલાડી


વિરાટ કોહલી, ભારત, 267 ઈનિંગ


સચિન તેંડુલકર, ભારત, 321 ઈનિંગ


રિકી પોન્ટિંગ, ઓસ્ટ્રેલિયા, 341 ઈનિંગ


કુમાર સંગાકારા, શ્રીલંકા, 363 ઈનિંગ


સનથ જયસૂર્યા, શ્રીલંકા, 416 ઈનિંગ


વન ડે એશિયા કપમાં સર્વોચ્ચ પાર્ટનરશિપનો રેકોર્ડ


233 રન * વિરાટ કોહલી – કેએલ રાહુલ, કોલંબો, 2023


231 રન – નવજોતા સિદ્ધુ- સચિન તેંડુલકર, શારજહાં, 1996


210 રન – શિખર ધવન – રોહિત શર્મા, દુબઈ, 2018


201 રન – રાહુલ દ્રવિડ – વિરેન્દ્ર સેહવાગ, કોચી, 2005


ભારતે પાકિસ્તાનને જીતવા આપ્યો 357 રનનો ટાર્ગેટ


એશિયા કપમાં ભારતે પાકિસ્તાનને જીતવા 357 રનનો ટાર્ગેટ આપ્યો હતો. રિઝર્વ ડે પર ભારતના વિરાટ કોહલી અને કેએલ રાહુલે પાકિસ્તાનના બોલરોને વિકેટ લેવા તરસાવ્યા હતા. બંને બેટ્સમેનોએ ભારતનો સ્કોર 2 વિકેટના નુકસાન પર 356 રન સુધી પહોંચાડ્યો હતો. વિરાટ કોહલી 94 બોલમાં 122 રન અને કેએલ રાહુલ 106 બોલમાં 111 રન બનાવી નોટ આઉટ રહ્યા હતા.