નવી દિલ્હીઃ ઇન્ટરનેટની એક સ્ટડીના ડેટા બહાર આવ્યા છે, જેમાં સૌથી વધુ સર્ચ થનારા ભારતીય ખેલાડીઓમાં વિરાટ કોહલી અને એમએસ ધોનીનુ નામ છે. કેપ્ટન વિરાટ કોહલી ડિસેમ્બર 2015થી લઇને ડિસેમ્બર 2009 સુધી ઇન્ટરનેટ પર સૌથી વધુ સર્ચ કરવામાં આવેલા ક્રિકેટરો બન્યા છે.


કોહલી અને ધોની બાદ આ લિસ્ટમાં રોહિત શર્મા, સચિન તેંદુલકર, હાર્દિક પંડ્યા અને યુવરાજ સિંહનો નંબર છે. આ જાણકારી એસઇએણરસ સ્ટડી દ્વારા બહાર પાડવામાં આવી છે. આ શોધ પરથી નીકળેલા ડેટા અનુસાર એક મહિનામાં એવરેજ તરીકે કોહલીને 17.6 લાખ વાર સર્ચ કરવામાં આવ્યો છે.



બાકી ખેલાડીઓને ક્રમશઃ 9.59, 7.33, 4.51, 3.68 અને 3.48 લાખ વાર સર્ચ કરવામાં આવ્યા છે. આ લિસ્ટમાં એક સારી વાત એ છે કે, સ્ટીવ સ્મિથ, અબ્રાહમ ડિવિલિયર્સ અને ક્રિસ ગેલ ઉપરાંત ટૉપ 10 માત્ર ભારતીય ખેલાડીઓ છે.

ક્રિકેટ ભારતમાં ખુબજ લોકપ્રિય છે, પણ જ્યારે સૌથી વધુ સર્ચ કરવામાં આવેલી ટીમની વાત કરીએ તો ઇંગ્લેન્ડ આગળ છે, ઇંગ્લેન્ડ અહીં ભારતને પાછળ પાડે છે. ઇંગ્લેન્ડની ટીમને 3.51 લાખ વાર સર્ચ કરવામાં આવી છે, જ્યારે ટીમ ઇન્ડિયાને 3.09 લાખ વાર સર્ચ કરવામાં આવી છે.