નવી દિલ્હીઃ ભારતીય ટીમના કેપ્ટન વિરોટ કોહલીએ વધુ એક ઉપલબ્ધિ હાંસલ કરી લીધી છે. કોહલીને આજના યુગનો સૌથી મોટો ક્રિકેટર માનવામાં આવે છે. કોહલીની લોકપ્રિયતા એટલી બધી છે કે તેના ફેન્સ સોશ્યલ મીડિયા પર સતત વધી રહ્યાં છે. કોહલીએ ફોટો શેરિંગ એપ ઇન્સ્ટાગ્રામ પર 75.5 મિલિયન ફોલોઅર્સનો આંકડો પાર કરી લીધો છે.
કોહલીને ફેસબુક પર લગભગ 36.9 મિલિયન લોકો ફોલો કરી રહ્યાં છે. જ્યારે 37.7 મિલિયન લોકો ટ્વીટર પર ભારતીય કેપ્ટનનો ફોલો કરે છે. આનો અર્થ એ છે કે જો ત્રણેય મુખ્ય સોશ્યલ નેટવર્કિંગ સાઇટોને ધ્યાનમાં રાખવામાં આવે તો વિરાના ફોલોઅર્સની સંખ્યા લગભગ 150 મિલિયનની છે.
ઇન્સ્ટાગ્રામ પર 75.5 મિલિયન ફોલોઅર્સના અવિશ્વસનીય આંકડા સુધી પહોંચવાની સાથે, વિરાટે એપ પર 75 મિલિયનથી વધુ ફોલોઅર્સ રાખનારો પહેલો એશિયન સેલિબ્રિટી તરીકે પોતાનુ નામ નોંધાવી દીધુ છે. વિરાટ કોહલી એશિયાનો એકમાત્ર સેલિબ્રિટી છે જે સાઇટ પર ટૉપ 40 સૌથી વધુ ફોલો કરવામાં આવનારા લોકોમાં સામેલ છે.તેને તાજેતરમાં જ જાણીતા સંગીતકાર કાર્ડી બીને પાછળ પાડીને 29મુ સ્થાન હાંસલ કરી લીધુ છે.
ભારતીય કેપ્ટન ઇન્સ્ટાગ્રામ પર દુનિયાના ચૌથા સૌથી વધુ ફોલો કરવામાં આવનારો એથલીટ છે. તે રોનાલ્ડો, મેસી અને નેમાર જૂનિયરથી પાછળ છે. ફોટો શેરિંગ એપમાં સૌથી વધુ ફોલો કરવામાં આવનારો સેલિબ્રિટી પોર્ટુગલી ફૂટબૉલર ક્રિસ્ટિઆનો રોનાલ્ડો છે.
મેદાનની બહાર વિરાટ કોહલીનુ વધુ એક મોટુ કારનામુ, આ મામલે બન્યો એશિયાનો નંબર-1 સિલિબ્રિટી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
26 Aug 2020 10:59 AM (IST)
કોહલીને ફેસબુક પર લગભગ 36.9 મિલિયન લોકો ફોલો કરી રહ્યાં છે. જ્યારે 37.7 મિલિયન લોકો ટ્વીટર પર ભારતીય કેપ્ટનનો ફોલો કરે છે. આનો અર્થ એ છે કે જો ત્રણેય મુખ્ય સોશ્યલ નેટવર્કિંગ સાઇટોને ધ્યાનમાં રાખવામાં આવે તો વિરાના ફોલોઅર્સની સંખ્યા લગભગ 150 મિલિયનની છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -