Most Runs in Single World Cup: વિરાટ કોહલીએ આ વર્લ્ડ કપમાં 673થી વધુ રન બનાવ્યા છે અને તે વિશ્વ કપમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. તેણે સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો છે. તે પણ પોતાની સદીની નજીક પહોંચી ગયો છે. તેની શાનદાર ઇનિંગ્સના કારણે ભારતનો સ્કોર 265 રનનેપાર થઈ ગયો છે.
એક જ વર્લ્ડ કપ એડિશનમાં સૌથી વધુ રન:
674* - વિરાટ કોહલી (2023)
673 - સચિન તેંડુલકર (2003)
659 - મેથ્યુ હેડન (2007)
648 - રોહિત શર્મા (2019)
647 - ડેવિડ વોર્નર (2019
શુભમન ગિલ બુધવારે (15 નવેમ્બર) મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ઈજાગ્રસ્ત થતા નિવૃત્ત થયો હતો. તે મુંબઈની ગરમી સહન કરી શકતો ન હતો. તેણે 23મી ઓવરના ચોથા બોલ પર ક્રિઝ છોડવાનો નિર્ણય કર્યો. તે નોટઆઉટ છે. તે મેચમાં ફરી બેટિંગ કરવા આવી શકે છે.
શરૂઆતમાં એવું માનવામાં આવતું હતું કે શુભમન ગિલ નિવૃત્ત થઈ ગયો છે, પરંતુ પછીથી સ્પષ્ટ થયું કે તે ગરમીને કારણે મેદાનની બહાર ગયો હતો. શુભમનના સ્નાયુઓમાં તાણ હોવાની વાત છે. તે જ સમયે, કેટલાક મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે તે ઘાયલ છે.
આ મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. રોહિતે શુભમન ગિલ સાથે મળીને ટીમને મજબૂત શરૂઆત અપાવી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે 50 બોલમાં 71 રનની ભાગીદારી કરી હતી. રોહિત 47 રન બનાવીને આઉટ થયો હતો. પેવેલિયન પરત ફર્યા બાદ શુભમનને વિરાટ કોહલીનો સાથ મળ્યો. બંનેએ બીજી વિકેટ માટે અણનમ 93 રનની ભાગીદારી કરી હતી. શુભમને 65 બોલમાં 79 રન બનાવ્યા હતા. તેણે આઠ ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા.
ભારતની પ્લેઇંગ-11
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગીલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ.
ન્યૂઝીલેન્ડની પ્લેઇંગ - 11
ડેવોન કોનવે, રચિન રવિન્દ્ર, કેન વિલિયમસન (કેપ્ટન), ડેરીલ મિશેલ, ટોમ લાથમ (વિકેટકીપર), ગ્લેન ફિલિપ્સ, માર્ક ચેપમેન, મિશેલ સેન્ટનર, ટિમ સાઉથી, લોકી ફર્ગ્યુસન, ટ્રેન્ટ બોલ્ટ.