IND vs AUS : ભારતે બ્રિસ્બેનમાં ત્રીજી ટેસ્ટ મેચ ડ્રો કર્યા બાદ શ્રેણી હાલમાં 1-1ની બરાબરી પર છે. બોક્સિંગ ડે ટેસ્ટ (IND vs AUS ) 26મી ડિસેમ્બરે પ્રતિષ્ઠિત મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે શરૂ થશે. ભારતીય ચાહકો વિરાટ કોહલી પર નજર રાખતા જ હશે કારણ કે વિરાટે પર્થ ટેસ્ટની બીજી ઈનિંગમાં સદી ફટકારીને ફોર્મમાં પાછા ફરવાના સંકેત આપ્યા હતા, પરંતુ ત્યાર બાદ છેલ્લી બે ટેસ્ટ મેચમાં વિરાટનું બેટ શાંત રહ્યું હતું.

મેલબોર્નમાં વિરાટ કોહલીનો રેકોર્ડ સારો રહ્યો છે જેના કારણે ટીમ ઈન્ડિયા તેની પાસેથી મોટી ઇનિંગ્સની આશા રાખશે. કોહલીએ અહીં અત્યાર સુધી ત્રણ મેચ રમી છે અને ત્રણ ટેસ્ટ મેચમાં એક સદી સાથે કુલ 316 રન બનાવ્યા છે. 

મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર ઈતિહાસ રચવાની નજીક

કોહલી હવે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર ઈતિહાસ રચવાની નજીક છે અને તે આ મેચમાં મહાન સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડી શકે છે.મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર ટેસ્ટ ફોર્મેટમાં ભારત માટે સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે. સચિને મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર કુલ 449 રન બનાવ્યા છે અને આ અત્યાર સુધીનો અતૂટ રેકોર્ડ રહ્યો છે.  

બેટ્સમેન ઈનિંગ રન
સચિન તેંડુલકર 10 449
અજિંક્યે રહાણે 6 369
વિરાટ કોહલી 6 316
વિરેંદ્ર સહેવાગ 4 280
રાહુલ દ્રવિડ 8 263

હવે જો વિરાટ કોહલી બોક્સિંગ ડે ટેસ્ટની બંને ઇનિંગ્સમાં 134 રન બનાવી લે છે તો તે સચિન તેંડુલકરને પાછળ છોડી દેશે.  મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર ટેસ્ટ ફોર્મેટમાં ભારત માટે સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ કોહલી પોતાના નામે કરી શકે છે.   

મેલબોર્નમાં રમાનારી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ચોથી ટેસ્ટમાં ભારતીય સમય અનુસાર સવારે 4.30 કલાકે ટોસ થશે.તમારે સવારે 4:30 વાગ્યે ઉઠવું પડશે. મેચ અડધા કલાક પછી એટલે કે પાંચ વાગ્યે શરૂ થશે. મેચનું પ્રથમ સત્ર 5 વાગ્યાથી શરૂ થશે અને 7 વાગ્યા સુધી ચાલશે. 7 વાગ્યાથી 7:40 સુધી વિરામ રહેશે. આ પછી, બીજું સત્ર સાંજે 7.40 વાગ્યે શરૂ થશે, જે 9.40 વાગ્યા સુધી ચાલશે. દિવસનું છેલ્લું સત્ર સવારે 10 વાગ્યે શરૂ થશે, જે બપોરે 12 વાગ્યે સમાપ્ત થશે. એટલે કે ભારતમાં દિવસના 12 વાગ્યા હશે ત્યાં સુધીમાં દિવસની રમત પૂરી થઈ જશે.

IND vs AUS: બદલાયેલા સમય પર શરુ થશે ચોથી ટેસ્ટ, જાણી લો સમય નહીં તો મુકાબલો છૂટી જશે