IPL 2023: સદી બાદ કોહલીના ખાસ અંદાજે ચાહકોનું દિલ જીત્યું, સોશિયલ મીડિયા પર થઈ રહ્યા છે વખાણ

વિરાટ કોહલીએ ગુરુવારે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે શાનદાર સદી ફટકારી હતી.  રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે વિરાટ કોહલીની સદીની મદદથી સનરાઇઝર્સ હૈદરાબાદને સરળતાથી હરાવ્યું હતું.

Continues below advertisement

Virat Kohli Viral Photo: વિરાટ કોહલીએ ગુરુવારે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે શાનદાર સદી ફટકારી હતી.  રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે વિરાટ કોહલીની સદીની મદદથી સનરાઇઝર્સ હૈદરાબાદને સરળતાથી હરાવ્યું હતું. જો કે આ મેચ બાદ વિરાટ કોહલીએ પોતાની સ્ટાઈલથી ફેન્સનું દિલ જીતી લીધું હતું. સનરાઇઝર્સ હૈદરાબાદ સામે સદી ફટકારનાર વિરાટ કોહલીએ મેચ બાદ રાજીવ ગાંધી સ્ટેડિયમના ગ્રાઉન્ડ સ્ટાફ સાથે ફોટો પડાવ્યો હતો. હવે આ ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

Continues below advertisement


સોશિયલ મીડિયા યુઝર્સ સતત કોમેન્ટ કરીને વિરાટ કોહલીની પ્રશંસા કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર ફેન્સનું કહેવું છે કે મેચ બાદ વિરાટ કોહલીએ જે રીતે રાજીવ ગાંધી સ્ટેડિયમના ગ્રાઉન્ડ સ્ટાફ સાથે ફોટોગ્રાફ્સ લીધા તે દર્શાવે છે કે પૂર્વ ભારતીય કેપ્ટનનું દિલ કેટલું મોટું છે. સોશિયલ મીડિયા યુઝર્સ સતત કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે.

વિરાટ કોહલી અને ફાફ ડુ પ્લેસિસની શાનદાર ઇનિંગ્સ

ઉલ્લેખનીય છે કે વિરાટ કોહલીએ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે શાનદાર સદી ફટકારી હતી. વિરાટ કોહલીએ 63 બોલમાં 100 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 12 ફોર અને 4 સિક્સર ફટકારી હતી. વિરાટ કોહલી ઉપરાંત રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે 47 બોલમાં 71 રનનું મહત્વનું યોગદાન આપ્યું હતું. ફાફ ડુ પ્લેસિસે પોતાની ઇનિંગમાં 7 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. સનરાઇઝર્સ હૈદરાબાદ માટે ભુવનેશ્વર કુમાર અને ટી. નટરાજનને 1-1થી સફળતા મળી હતી. જોકે, RCBએ આસાનીથી 2 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી. 


રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે સનરાઇઝર્સ હૈદરાબાદને આઠ વિકેટે હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા હૈદરાબાદે ક્લાસેનની સદીના કારણે 186 રન બનાવ્યા હતા. જવાબમાં RCBએ બે વિકેટ ગુમાવીને 187 રન બનાવ્યા અને મેચ જીતી લીધી. RCB માટે વિરાટ કોહલીએ સદી ફટકારી હતી અને કેપ્ટન ફાફ ડુપ્લેસિસે પણ 71 રનની ઇનિંગ રમી હતી. આ મેચમાં જીત સાથે, RCB 14 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને પહોંચી ગઈ છે અને પ્લેઓફની રેસમાં યથાવત છે. હવે આ ટીમ પોતાની છેલ્લી મેચ જીતીને 16 પોઈન્ટ સાથે પ્લેઓફમાં જગ્યા બનાવી શકે છે. આ સાથે જ હૈદરાબાદની ટીમ પ્લેઓફની રેસમાંથી પહેલા જ બહાર થઈ ગઈ છે.    

   

Continues below advertisement
Sponsored Links by Taboola