ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટી20 સીરીઝમાં ડેબ્યૂ કરતાં ટી નટરાજન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની છાપ છોડવામાં સફળ રહ્યો છે. ત્રણ મેચોની સીરીઝમાં નટરાજને માત્ર છ વિકેટો જ નથી લીધી પણ ભારત માટે મહત્વનો બૉલર સાબિત થયો હતો. નટરાજનના આ પ્રદર્શનથી કેપ્ટન કોહલી ખુશ થઇ ગયો છે.
કોહલીએ કહ્યું- નટરાજન વિશે વાત કરવાની સૌથી વધુ જરૂર છે, મોહમ્મદ શમી અને જસપ્રીત બુમરાહને અમે ટી20 સીરીઝ માટે આરામ આપવાનો ફેંસલો કર્યો. પરંતુ નટરાજને આ દિગ્ગજ બૉલરોની અનુપસ્થિતિમાં સારી જવાબદારી નિભાવી, અને દબાણની પરિસ્થિતિઓમાં શાનદાર બૉલિંગ કરી.
ભારતને આગામી વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં ટી20 વર્લ્ડકપની યજમાની કરવાની છે. કોહલીએ કહ્યું- મને વિશ્વાસ છે કે તે પોતાની રમત પર મહેનત કરવાનુ ચાલુ રાખશે, અને વધુ સારો બની જશે, કેમકે ડાબોડી ફાસ્ટ બૉલર કોઇપણ ટીમ માટે મહત્વપૂર્ણ હોય છે. જો તે આ રીતે બૉલિંગ કરવાનુ ચાલુ રાખશે તો આગામી વર્ષે રમાનારા વર્લ્ડકપ પહેલા અમારા માટે સારી વાત છે. જો ટી નટરાજન વર્લ્ડકર રમે છે તો ભારતીય ટીમ માટે સારી વાત છે.