સિડનીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ ટી-20 મેચની સીરિઝની ગઈકાલે અંતિમ મેચ રમાઈ રહી હતી. જેમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 12 રનથી હરાવ્યું હતું. આ સાથે ભારતની સતત 11 ટી-20 મેચની વિજય યાત્રાનો અંત આવ્યો હતો. ભારત પ્રથમ બે ટી-20 જીતી ચૂક્યું હોવાથી શ્રેણી 2-1થી પોતાના નામે કરી હતી.


સીરિઝમાં શાનદાર દેખાવ કરનારા હાર્દિક પંડ્યાને મેન ઓફ ધ સીરિઝ જાહેર કરવામાં આવ્યો હતો.  પરંતુ તેણે પોતાની આ ટ્રોફી પોતાની કરિયરની પહેલી T-20 સીરિઝ રમી રહેલા ફાસ્ટ બોલર ટી. નટરાજનને સોંપી દીધી હતી. પંડ્યાએ ટ્વિટર  પર નટરાજનને ટ્રોફિ સોંપતો એક ફોટો પણ શેર કર્યો હતો. ગઈકાલે સાંજે મેચ પૂરી થયા બાદ સોશિયલ મીડિયા પર આ વાયરલ પણ થયું હતું.



પંડ્યાએ ટ્વિટ કરીને લખ્યું 'નટરાજન, આ સિરીઝમાં તમારું પ્રદર્શન શાનદાર રહ્યું. તમે ટીમને મુશ્કેલ સ્થિતિમાં જીત અપાવી છે. ડેબ્યુ સિરીઝમાં તમે ઘણી આકરી મહેનત કરી અને પોતાની ટેલન્ટ દેખાડી. મારા તરફથી તમે જ આ મેન ઓફ ધ સિરીઝના સાચા હકદાર છો, ભાઈ.'

બીજી T-20 જીત્યા બાદ પંડયાને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારે પંડયાએ કહ્યું હતું કે ભારત આ મેચ નટરાજનને કારણે જ જીતી છે અને તેને જ આ ટ્રોફી મળવી જોઈએ. પંડયાએ કહ્યું હતું કે 'નટરાજને મેચમાં શાનદાર બોલિંગ કરી. તેમની બોલિંગને કારણે ઓસ્ટ્રેલિયા 10થી 15 રન ઓછા બનાવી શકી અને અમને 10થી ઓછા રન રેટનો ટાર્ગેટ મળ્યો, જેને અમે સહેલાયથી ચેઝ કરી લીધો હતો.

સાઉથની 28 વર્ષની આ જાણીતી એક્ટ્રેસે કર્યુ સુસાઇડ, થોડા મહિના પહેલા જ કરી હતી સગાઈ

કોરોના રસીકરણ માટે 30 કરોડ ભારતીયોની થઈ પસંદગી, જાણો કોનો કોનો કરાયો સમાવેશ