વિરાટ અને અનુષ્કાએ દીકરીનું નામ વમિકા રાખ્યું છે. વિરુષ્કાની દીકરીની આ તસવીરની ફેંસ ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા. આ તસવીરને ગણતરીની મિનિટોમાં જ લાખો વ્યૂ મળી ચુક્યા છે.
વામિકાનો અર્થ દુર્ગા એવો થાય છે. આમ અનુષ્કા-વિરાટે હિંદુઓમાં આસ્થાનું પ્રતિક અને શક્તિનો સ્રોત મનાતાં દેવીના નામ પરથી પોતાની દીકરીનું નામ રાખ્યું છે. અનુષ્કાએ 11 જાન્યુઆરીના રોજ બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દીકરીને જન્મ આપ્યો હતો.
અનુષ્કાએ સોશિયલ મીડિયામાં તસવીર શૅર કરી છે તેમાં અનુષ્કા શર્માના હાથમાં દીકરી છે. અનુષ્કાની સાથે વિરાટ કોહલી ઊભો છે. દીકરીનો ચહેરો દેખાતો નથી.
" data-captioned data-default-framing width="400" height="400" layout="responsive">
11 જાન્યુઆરીએ બાપ બનવાની ખુશખબરી આપતાં કોહલીએ લખ્યું હતું. અમને બંનેને જણાવતાં ખુશી થઈ રહી છે કે આજે બપોરે દીકરીનો જન્મ થયો છે. તમારા પ્રેમ અને શુભકામના માટે આભારી છું. અનુષ્કા અને બેબી બંને સ્વસ્થ છે.