Wanindu Hasaranga SL vs AFG: તાજેતરમાં શ્રીલંકા અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ મેચની ટી20 સીરીઝ રમાઈ હતી. શ્રીલંકાએ 2-1થી જીત મેળવી છે. જો કે આ જીત બાદ તેની મુશ્કેલીઓ વધી ગઈ છે. ICCએ શ્રીલંકાના કેપ્ટન વાનિન્દુ હસરંગા પર બે મેચનો પ્રતિબંધ લગાવી દીધો છે. અફઘાનિસ્તાન સામેની ટી20 સીરીઝની ત્રીજી મેચ દરમિયાન હસરંગાએ એમ્પાયર સાથે દૂર્વ્યવહાર અને ઝઘડો કરવા લાગ્યો હતો. આ આરોપ બાદ તે દોષિત સાબિત થયો છે.


શું છે ઘટના 
ખરેખરમાં, અફઘાનિસ્તાન અને શ્રીલંકા વચ્ચે ટી20 સીરીઝની ત્રીજી અને છેલ્લી મેચ 21 ફેબ્રુઆરીએ દામ્બુલામાં રમાઈ હતી. આ મેચ બાદ હસરંગાએ એમ્પાયર લિંડન હેનીબલને નૉ બૉલ ના આપવા બદલ ઠપકો આપ્યો હતો, એટલુ જ નહીં હસરંગા એમ્પાયર સાથે ઝઘડો કર્યો અને ગાળાગાળી કરવા લાગ્યો હતો. આ મામલા બાદ આઇસીસી હસરંગા પર ગુસ્સે ભરાયુ હતુ, આ પછી હસરંગાને મેચ ફીના 50 ટકા દંડ અને 3 ડીમેરિટ પોઈન્ટ પણ આપવામાં આવ્યા હતા. છેલ્લા 24 મહિનામાં તેના ડીમેરિટ પોઈન્ટ વધીને 5 થઈ ગયા છે. ICCના નવા નિયમો અનુસાર તેના 5 ડીમેરિટ પોઈન્ટ બે મેચના પ્રતિબંધમાં ફેરવાઈ ગયા છે.






હસરંગા હવે એક ટેસ્ટ મેચ કે બે વનડે કે બે ટી20 મેચ રમી શકશે નહીં. જે પણ મેચ પહેલા રમાશે તેમાંથી તે બહાર થઈ જશે. તેથી હસરંગા આવતા મહિને શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે રમાનાર ટી20 મેચમાંથી બહાર થઈ જશે. શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે 4 માર્ચથી ટી20 સીરીઝ રમાશે. હસરંગા 4 માર્ચ અને 6 માર્ચે રમાનારી ટી20 મેચનો ભાગ નહીં હોય.


તમને જણાવી દઈએ કે શ્રીલંકાએ ટી20 સીરીઝની પ્રથમ મેચમાં અફઘાનિસ્તાનને 4 રને હરાવ્યું હતું. આ મેચ 17 ફેબ્રુઆરીએ રમાઈ હતી. આ પછી 19 ફેબ્રુઆરીએ રમાયેલી મેચમાં પણ જીત મેળવી હતી. શ્રીલંકાએ આ મેચ 72 રને જીતી લીધી હતી. જોકે છેલ્લી મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો. અફઘાનિસ્તાને 21 ફેબ્રુઆરીએ રમાયેલી મેચ 3 રને જીતી લીધી હતી.


 


18 વર્ષના યૂવાની રણજીમાં ધમાલ, ક્વાર્ટર ફાઇનલમાં ઠોકી ડબલ સેન્ચૂરી, વર્લ્ડકપમાં પણ કર્યો હતો કમાલ


રણજી ટ્રોફીની ક્વાર્ટર ફાઈનલ જેવી મોટી મેચોમાં ભારતીય ક્રિકેટ ટીમના અંડર 19 સ્ટાર્સની ચમક જોવા મળી છે. મુંબઈ અને બરોડા વચ્ચે રમાઈ રહેલી ટૂર્નામેન્ટની બીજી ક્વાર્ટર ફાઈનલ મેચમાં 18 વર્ષના મુશીર ખાને મુશ્કેલ સમયમાં ટીમ માટે જબરદસ્ત ઇનિંગ રમી હતી. પોતાની માત્ર ચોથી ફર્સ્ટ ક્લાસ મેચ રમવા આવેલા આ યુવકે બેવડી સદી ફટકારી હતી. મુશીરે 142 રનમાં 5 વિકેટ ગુમાવી દેનારી ટીમને તેની મજબૂત ઇનિંગ્સથી 350 રનથી આગળ કરી દીધી હતી.


મુંબઈ અને બરોડાની ટીમો વચ્ચે રણજી ટ્રોફીની બીજી ક્વાર્ટર ફાઈનલ મેચ મુંબઈના હોમ ગ્રાઉન્ડ પર રમાઈ રહી છે. કેપ્ટન અજિંક્ય રહાણેએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. મેચના પ્રથમ દિવસે, બરોડાએ શાનદાર બોલિંગ કરીને માત્ર 142 રનમાં અડધી ટીમને રિટર્ન ટિકિટ આપી દીધી હતી. અંડર-19 વર્લ્ડકપમાં ધમાલ મચાવીને પરત ફરેલા મુશીર ખાને પોતાનો કમાલ બતાવ્યો હતો. પ્રથમ દિવસે સદી ફટકારીને ટીમની કમાન સંભાળી હતી. બીજા દિવસે પણ તેણે આ જ લય જાળવી રાખી અને તેની પ્રથમ ફર્સ્ટ ક્લાસ બેવડી સદી ફટકારી દીધી.


મુશીરની ડબલ સેન્ચૂરી 
પોતાના કરિયરની માત્ર ચોથી ફર્સ્ટ ક્લાસ મેચ રમવા આવેલા મુશીર ખાને એવી યાદગાર ઈનિંગ રમી કે તેની દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે. 18 વર્ષીય યુવકે રણજી ટ્રોફીની ક્વાર્ટર ફાઈનલ મેચમાં 5 વિકેટ પડતાં બેવડી સદી ફટકારી હતી. આ પહેલા તેના ખાતામાં સદી પણ ન હતી અને તેણે સીધી બેવડી સદી ફટકારી. છઠ્ઠી વિકેટ માટે તેણે હાર્દિક તમોર સાથે મળીને 181 રનની ભાગીદારી કરી હતી.


બરોડા સામે પ્રથમ દિવસની રમતમાં મુશીરે શાનદાર બેટિંગ કરી અને 179 બોલનો સામનો કર્યો અને 6 ચોગ્ગાની મદદથી સદી ફટકારી. આ પછી તેણે બીજા દિવસે પણ તે જ રીતે ઇનિંગ્સની શરૂઆત કરી જે રીતે તેણે પહેલા દિવસે કરી હતી. મુશીરે 264 બોલમાં 12 ચોગ્ગાની મદદથી પોતાના 150 રન પૂરા કર્યા. આ પછી તેણે 350 બોલમાં 18 ચોગ્ગાની મદદથી પોતાની બેવડી સદી પૂરી કરી.


સરફરાજ ખાને ઇંગ્લેન્ડ વિરૂદ્ધ રમી રહ્યો છે 
મુશીરના મોટા ભાઈ સરફરાઝ ખાને ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરીઝમાં ડેબ્યૂ કર્યું હતું. રાજકોટમાં રમાયેલી મેચની પ્રથમ અને બીજી બંને ઇનિંગ્સમાં તેના બેટથી અડધી સદી જોવા મળી હતી.