Washington Sundar Opening Batsman Team India: બેંગલુરુમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ન્યૂઝીલેન્ડે ભારતીય ક્રિકેટ ટીમને 8 વિકેટે હરાવ્યું છે. હવે બીજી અને ત્રીજી ટેસ્ટ મેચ માટે BCCIએ ટીમ ઈન્ડિયાની 15 સભ્યોની ટીમમાં વૉશિંગટન સુંદરનો સમાવેશ કર્યો છે. હવે એક નવું અપડેટ સામે આવ્યું છે કે વોશિંગ્ટન સુંદરને બોલર કે ઓલરાઉન્ડર તરીકે નહીં પરંતુ ટોપ ઓર્ડર બેટ્સમેન તરીકે ટીમમાં સ્થાન મળ્યું છે.


ભારત પાસે ઓલરાઉન્ડર અને સ્પિન બોલરના રૂપમાં રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજા પહેલાથી જ બે મહાન ખેલાડીઓ છે. આવી સ્થિતિમાં જો વૉશિંગટન સુંદર બૉલર અથવા ઓલરાઉન્ડર સ્પિન બોલર તરીકે રમે છે તો તેના માટે પ્લેઈંગ ઈલેવનમાં આવવું ઘણું મુશ્કેલ બની જશે. તમને જણાવી દઈએ કે સુંદરે વર્ષ 2021માં ભારત માટે તેની છેલ્લી ટેસ્ટ મેચ રમી હતી. શુભમન ગીલ ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં રમ્યો ન હતો, તેથી બેક-અપ ઓપનર તરીકે વૉશિંગટન સુંદરનો સમાવેશ આશ્ચર્યજનક નથી.


ડૉમેસ્ટિક ક્રિકેટમાં કરી ચૂક્યો છે ઓપનિંગ 
વૉશિંગટન સુંદરે રણજી ટ્રોફીની વર્તમાન સિઝનમાં તમિલનાડુ તરફથી રમતા દિલ્હી સામે 152 રનની શાનદાર સદી ફટકારી હતી. તેને સ્થાનિક ટીમમાં પ્રમોટ કરીને ઓપનિંગ બેટ્સમેનની ભૂમિકા આપવામાં આવી છે અને આ ક્રમમાં તેનું પ્રદર્શન પણ સારું રહ્યું છે. તે પ્રદર્શન પછી સુંદરે પોતે કહ્યું હતું કે તે પોતાને ટોપ ઓર્ડર બેટ્સમેન કહેવાનું પસંદ કરે છે.


તમિલનાડુ માટે 152 રનની ઇનિંગ રમ્યા બાદ વોશિંગ્ટન સુંદરે કહ્યું, "હું મારી જાતને ટોપ ઓર્ડરનો બેટ્સમેન માનું છું. હું ખૂબ જ ખુશ છું કે મને નંબર-3 પર બેટિંગ કરવાની તક મળી. મારા માટે સૌથી મહત્વની બાબત એ છે કે મારે જરૂરતના સમયે ટીમને જેની સૌથી વધુ જરૂર હોય છે તે કરી શકું, હું હંમેશા વિચારું છું કે ક્રિકેટ એક ટીમ ગેમ છે અને મને આશા છે કે હું સતત આવી મોટી ઇનિંગ્સ રમી શકીશ.


આ પણ વાંચો


IND vs NZ: બીજી ટેસ્ટ નહીં રમે ઋષભ પંત ? ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ આ ધાંસૂ ખેલાડીને મળશે સ્થાન