પસંદગી પ્રક્રિયાથી નારાજ હતા
20 ફેબ્રુઆરીથી શરૂ થઈ રવા જઈ રહેલ વિજય હઝારે ટ્રોફી પહેલા ઉત્તરાખંડ ક્રિકેટ ટીમની પસંદગી થવાની હતી. જાફરે ઉત્તરાખંડ એસોસિએશનને મોકલેલ ઇમેલમાં લખ્યું છે કે, “હું દુખી મનની સાથે તમને જણાવી રહ્યો છું કે હું તાત્કાલીક અસરથી ઉત્તરાખંડ ક્રિકેટ ટીમના મુખ્ય કોચ પદેથી રાજીનામુ આપુ છું. રાજ્યના આ પ્રતિભાશાળી ખેલાડીઓ પાસે અમર્યાદિત સંભાવનાઓ છે અને તેના માટે હું દુખી છું. હું તેને ઘણું શીખવાડવા માગતો હતો પરંતુ ખેલાડીઓની પસંદગી માટે પસંદગીકર્તા અને સચિવોના હસ્તક્ષેપને કારણે તેમને તક નથી મળી રહી. ઉત્તરાખંડ ક્રિકેટ ટીમના માનદ સચિવ જો આ રીતે કામ કરવાનું વાતાવરણ બનાવવા માગે છે જેમાં ટીમનું કલ્યાણ અને પ્રદર્શન સંબંધિત કેટલાક નિર્ણય લેવા દેશે, તો મારા માટે મુખ્ય કોચ તરીકે રહેવાનો કોઈ મતલબ નથી.”
સીએયૂના સચિવ માહિમ વર્માએ જાફરના દાવાને ફગાવી દીધા
જોકે સીએયૂના સચિવ માહિમ વર્માએ જાફરના દાવાને ફગાવી દીધા છે. તેમણે કહ્યું કે, “જાફરની વાતો પાયાવિહોણી છે. રાજ્ય ટીમના કોચ હોવાને કારણે તેમણે જે વસ્તુની માગ કરી તે તેને ઉપલબ્ધ કરાવવમાં આવ્યું હતું. સત્રની શરૂઆત પહેલા તેમને એક મહિનાનો કેમ્પ લગાવાવની મંજૂરી પણ આપવામાં આવી હતી. આ ઉપરાંત અમે તેને પોતાની પસંદગના બહારના ખેલાડી, ટ્રેનર અને બોલિંગ કોચની પસંદ કરવા દીધી, પરંતુ પસંદગીને લઈને તેમનો કંઈક વધારે જ હસ્તક્ષેપ થઈ રહ્યો હતો.” વર્માએ કહ્યું કે, “ઉત્તરાખંડ ક્રિેકટ બોર્ડ જાફરના કોચ રહેતા સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ટીમના પ્રદર્શનથી ખુશ ન હતી. ત્યાર બાદ ટીમના પસંદગીકર્તા કેટલાક અન્ય ખેલાડીઓને અજમાવવા માગતા હતા, પરંતુ જાફર પોતાની ટીમ પસંદ કરવા પર ભાર મુકી રહ્યા હતા જે યોગ્ય નથી કારણ કે પસંદગીકર્તા પણ પોતાનું જ કામ કરવા બેઠા છે.”