MS Dhoni Dance On Gandi Baat Song: ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ધોનીની પ્રાઈવેટ પાર્ટીનો એક અનસીન વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં હાર્દિક અને માહી અન્ય ખેલાડીઓ સાથે ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. અત્યાર સુધી ફેન્સ મહેન્દ્ર સિંહ ધોનીને મેદાન પર મેચ પૂરી કરતા અને શાંત રીતે કેપ્ટનશિપ કરતા જોતા હતા, પરંતુ ધોનીના આ રૂપને જોઈને તેના ફેન્સ પણ ખૂબ જ આશ્ચર્યમાં છે. આપને જણાવી દઈએ કે, હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં ભારતે હાલમાં જ ન્યુઝીલેન્ડને તેની જ ધરતી પર ટી20 શ્રેણીમાં 1-0થી હરાવ્યું હતું. આ સિરીઝના અંત બાદ હાર્દિક પરત ફર્યો છે.
દુબઈની પાર્ટીમાં કર્યો જોરદાર ડાંસ
કહેવામાં આવી રહ્યું છે કે આ પાર્ટી દુબઈમાં થઈ હતી અને આ દરમિયાન માહી ફૂલ પાર્ટી મોડમાં જોવા મળ્યો હતો. હાર્દિક અને ધોની સિવાય કૃણાલ પંડ્યા અને ઈશાન કિશન પણ પાર્ટી એન્જોય કરતા જોવા મળ્યા હતા. આપને જણાવી દઈએ કે, આ પાર્ટીમાં બોલિવૂડ રેપર બાદશાહ ચાર ચાંદ લગાવતો જોવા મળ્યો હતો. તેણે આ તમામ ખેલાડીઓને તેના ગીતો પર ડાન્સ કરાવ્યો હતો.
ધોનીનો ડાંસ વીડિયો થયો વાયરલ
ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને મહેન્દ્ર સિંહ ધોની વચ્ચે ખાસ કનેક્શન છે. હાર્દિક હંમેશા કહે છે કે ધોની તેના માટે મિત્ર અને મોટા ભાઈ જેવો છે. હાલમાં જ ન્યુઝીલેન્ડ પ્રવાસ પર પોતાની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયાને ટી20 શ્રેણીમાં 1-0થી જીત અપાવીને વાપસી કરનાર હાર્દિકને આગામી સમયમાં ટી20 ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાના કાયમી કેપ્ટન તરીકે પણ જોવામાં આવી રહ્યો છે. હાર્દિક હાલમાં ન્યુઝીલેન્ડ પ્રવાસ પર વન-ડે ઈન્ટરનેશનલ શ્રેણીનો ભાગ નથી. ઘણા ક્રિકેટ પંડિતોને હાર્દિકની કેપ્ટનશિપમાં ધોનીની કેપ્ટનશિપની ઝલક જોવા મળે છે. તે ધોનીને ક્રિકેટમાંથી બ્રેક દરમિયાન મળ્યો હતો. ધોની અને તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.
માત્ર કેપ્ટનશિપ જ નહીં, હાર્દિકે ધોની પાસેથી મેચ ફિનિશ કરવાના ક્લાસ પણ લીધા છે. 2021ના વર્લ્ડ કપ બાદ હાર્દિક પંડ્યાએ શાનદાર વાપસી કરી હતી. તેણે પોતાની કેપ્ટનશીપ હેઠળ ગુજરાત ટાઇટન્સને 2022નું IPL ટાઇટલ જીતાડ્યું.