ICC Cricket World Cup 2023: ટીમ ઈન્ડિયા આ વર્લ્ડકપમાં અત્યાર સુધી એક પણ મેચ હારી નથી અને પૉઈન્ટ ટેબલમાં અત્યારે સૌથી ઉપર એટલે કે નંબર-1ની પૉઝિશન પર યતાવત છે. ભારત પાસે હાલમાં કુલ 12 પૉઈન્ટ છે, પરંતુ તેમ છતાં ભારતના નામની આગળ કોઈ Q એટલે કે ક્વૉલિફાઈડ સાઈન નથી. કારણ કે ગાણિતિક રીતે ટીમ ઈન્ડિયા હજુ પણ સેમિફાઈનલ માટે ક્વૉલિફાઈ થઈ શકી નથી. સતત 6 મેચ જીતીને ટોપ પર હોવા છતાં પણ ભારત સેમિ ફાઈનલમાંથી બહાર થઈ જાય તેવી શક્યતા પણ રહેલી છે. જોકે, તેના માટે ઘણા બધા સમીકરણો ભેગા કરવા પડશે. ચાલો જાણીએ ભારત હજુ પણ કઇ રીતે થઇ શકે છે વર્લ્ડકપની સેમિ ફાઇનલની રેસમાંથી... 


આ રીતે થઇ શકે છે ટીમ ઇન્ડિયા બહાર  - 
જો ટીમ ઈન્ડિયા તેની બાકીની ત્રણ મેચ ખરાબ રીતે હારી જાય છે અને જો શ્રીલંકા અથવા અફઘાનિસ્તાન તેની બાકીની તમામ મેચ જીતી જાય છે તો ભારત ટોપ-4માંથી બહાર થઈ શકે છે. ભારતની સેમિફાઇનલમાં ન પહોંચવાની સ્થિતિ ત્યારે જ ઊભી થશે જ્યારે ભારત તેની બાકીની ત્રણ મેચો જે અનુક્રમે શ્રીલંકા, નેધરલેન્ડ અને દક્ષિણ આફ્રિકા સામે હારી જશે. આ ઉપરાંત નીચેની 6 ટીમોમાં માત્ર બે ટીમો છે જે ભારતના લેવલ એટલે કે 12 પોઈન્ટ સુધી પહોંચી શકે છે. જેમાં શ્રીલંકા અને અફઘાનિસ્તાનની ટીમોના નામ સામેલ છે. આ બંને ટીમોમાંથી પણ ટીમ 12 પોઈન્ટ સુધી પહોંચી શકશે નહીં.


ગઇકાલે શ્રીલંકા સામે અફઘાનિસ્તાને મેચ જીતી લીધી છે. તેણે હવે તેની આગામી ત્રણ મેચો મોટા અંતરથી જીતવી પડશે, જેથી તે સારા નેટ રન રેટ સાથે 12 પોઈન્ટ સુધી પહોંચી શકે. આ ઉપરાંત ટોપ-4માં સૌથી નીચેની બે ટીમો ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડને તેમની બાકીની 3 મેચમાંથી ઓછામાં ઓછી 2 મેચ જીતવી પડશે. જો આ બધા સમીકરણો એકસાથે આવે તો જ ટીમ ઈન્ડિયા સેમિ ફાઈનલની રેસમાંથી બહાર થઈ શકે છે.


ટીમ ઈન્ડિયા - 
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગીલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ.