India vs New Zealand 1st T20I: ભારત અને ન્યૂઝીલેન્ડ (IND vs NZ) વચ્ચે આજે ત્રણ મેચનો ટી20 સીરીઝની પ્રથણ મેચ રમાશે. આજે 27 જાન્યુઆરીએ બન્ને ટીમો રાંચીના મેદાનમાં ફરી એકવાર આમને સામને ટકરાશે. ભારતીય ટીમ આ પહેલા ઘરેલુ મેદાન પર જ કીવી ટીમને ત્રણ મેચોની વનડે સીરીઝમાં હરાવી ચૂકી છે, હવે ટી20 સીરીઝમાં પણ ટીમ ઇન્ડિયાનો આ જ પ્રયાસ રહશે. ખાસ વાત છે કે, આજે રમાનારી મેચમાં વરસાદ પડશે નહીં તે અંગે હવામાન વિભાગે મોટુ અપડેટ આપ્યુ છે. જાણો....
રાંચીમાં કેવુ રહેશે હવામાન ?
રાંચીમાં આજે પ્રથમ ટી20 મેચ રમાશે. ઝારખંડમાં આજે હવામાનને લઇને ખાસ સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગ અનુસાર, ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટી20 મેચ માટે હવામાન અનુકુળ રહેશે.
હવામાન રિપોર્ટ અનુસાર, શુક્રવારે 27 જાન્યુઆરીએ અહીં તાપમાન 21 ડિગ્રી સેલ્સિયસ રહેવાનું અનુમાન છે. રાતના સમયે આમાં ઘટાડો આવી શકે છે, અને તાપમાનનો પારો ગગડીને 17 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી જશે. જોકે, આખા દિવસ દરમિયાન રાંચીમાં વરસાદ પડવાની કોઇ સંભાવના નથી. હવામાન વિભાગનું માનીએ તો ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનારી પ્રથમ ટી20 મેચ કોઇપણ પ્રકારના વિઘ્ન વિના પુરી થશે.
કઇ ચેનલ પર જોઇ શકાશે ભારત-ન્યૂઝીલેન્ડ પહેલી ટી20 મેચનું લાઇવ પ્રસારણ ?
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનારી પ્રથમ ટી20 મેચનું લાઇવ પ્રસારણ સ્ટાર સ્પૉર્ટ્સ નેટવર્કની કેટલીય ચેનલો પર જોઇ શકાશે. આ ઉપરાંત ડીડી સ્પોર્ટ્સ પર પણ મેચનું લાઇવ પ્રસારણ કરવામાં આવશે. જે યૂઝર્સની પાસે હૉટસ્ટારનું સબ્સક્રિપ્શન છે, તે ઓનલાઇન સ્ટ્રીમિંગ દ્વારા મેચ જોવાનો આનંદ ઉઠાવી શકશે. આ ઉપરાંત મેચનુ પળે પળનુ અપડેટ https://gujarati.abplive.com/ પર ઉપલબ્ધ રહેશે.