નવી દિલ્હીઃ દુનિયાભરમાં ક્રિકેટની ગતિવિધિઓ પર કોરોનાએ રોક લગાવી દીધી છે, હવે ફરીથી તેને શરૂ કરવા માટે ક્રિકેટના મેદાન પર ખેલાડીઓ ટ્રેનિંગ અને પ્રેક્ટિસ સેશન શરૂ કરી રહ્યાં છે. આ લિસ્ટમાં વેસ્ટ ઇન્ડિઝની ટીમે ટેસ્ટ ક્રિકેટ રમવા માટે ટ્રેનિંગ શરૂ કરી દીધી છે. વેસ્ટ ઇન્ડિઝની ટીમ જુલાઇમાં ઇંગ્લેન્ડના પ્રવાસ માટે રવાના થવાની છે.
વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ ટીમના કેપ્ટન જેસન હોલ્ડરની સાથે કેટલાક ખેલાડીઓ ટ્રેનિંગ કરવા માટે સામેલ થયા હતા. કોરોનાના કારણે છેલ્લા બે મહિનાથી ખેલાડીઓ નેટ્સથી દુર હતા. આ ટ્રેનિંગમાં જેસન હૉલ્ડરની સાથે ક્રેગ બ્રેથવેટ, શાઇ હૉપ, કિમો રૉચ, શેન ડોરિચ, શામાર્હ બ્રુક્સ અને રેમન રેફેરે કિંગ્સટન ઓવલમાં બંધ દરવાજામાં ટ્રેનિંગ કરી હતી.
ટ્રેનિંગ સેશનના આયોજન માટે સ્થાનિક સરકારે કડક નિયમો સાથે આની પરમીશન આપી દીધી છે. આ દરમિયાન બધાએ સોશ્યલ ડિસ્ટન્સિંગ અને બીજા નિયમોનુ પાલન કરવુ પડશે.
ટ્રેનિંગ દરમિયાન ખેલાડીઓ પર નજર રાખવા માટે ટીમના આસિસ્ટન્ટ કૉચ રૉડી એસ્ટવિક પણ હાજર રહેશે. વળી બારબાડૉસ ક્રિકેટ એસોસિએશનના કૉચ પણ આ ટ્રેનિંગ સેશનમાં સામેલ થશે.
વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટના સીઇઓ જૉની ગ્રેવે કહ્યું કે, આ ખુબ સારી વાત છે કે ખેલાડીઓએ પોતાની ટ્રેનિંગ ફરીથી શરૂ કરી દીધી છે. આ ટ્રેનિંગની મદદથી અમે વિઝડન ટ્રૉફીને બચાવવાની કોશિશ કરીશું. આ પ્રવાસ દરમિયાન વેસ્ટ ઇન્ડિઝ અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચોની ટેસ્ટ સીરીઝ રમાવવાની છે.
કોરોના સંકટની વચ્ચે આ ક્રિકેટ ટીમે ટેસ્ટ રમવા માટે શરૂ કરી ટ્રેનિંગ, જાણો કોણ-કોણ ઉતર્યુ મેદાનમાં
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
27 May 2020 03:33 PM (IST)
ટ્રેનિંગ સેશનના આયોજન માટે સ્થાનિક સરકારે કડક નિયમો સાથે આની પરમીશન આપી દીધી છે. આ દરમિયાન બધાએ સોશ્યલ ડિસ્ટન્સિંગ અને બીજા નિયમોનુ પાલન કરવુ પડશે
- - - - - - - - - Advertisement - - - - - - - - -