નવી દિલ્હીઃ વેસ્ટ ઇન્ડિઝ ટીમ હાલ ભારત પ્રવાસે છે, બીજી પ્રથમ વનડે મેચ જીતીને ખુશી મનાવી રહી છે, ત્યારે બીજી વનડે પહેલા તેમના માટે એક ખરાબ સામાચાર સામે આવ્યા છે. મહાન કેરેબિયન બેટ્સમેન બેસિલ બુચરનું 86 વર્ષની વયે ફ્લૉરિડામાં નિધન થઇ ગયુ છે.


વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ બોર્ડે જાણકારી શેર કરી છે કે, વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટના મહાન ક્રિકેટર બેસિલ બુચરનું 86 વર્ષની વયે નિધન થયુ છે. આ માહિતી ટ્વીટર હેન્ડલ પરથી શેર કરાઇ છે જેમાં બેસિલ બુચરનો ફોટો શેર કરીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે.


કોણ હતા બેસિલ બુચર....
બેસિલ બુચર જમણેરી બેટ્સમેન હતા, અને તેમને વેસ્ટ ઇન્ડિઝ માટે 44 ટેસ્ટ મેચ રમી હતી. બેસિલે પોતાની ટેસ્ટ કેરિયરમાં 43.11ની એવરેજથી 3104 રન બનાવ્યા હતા.

આ ધાકડ બેટ્સમેને 7 ટેસ્ટ સદી ફટકારી હતી, વળી પોતાની ફર્સ્ટ ક્લાસ કેરિયરમાં બેસિલ બુચર 31 સદી ફટકારી છે.