મેયર્સ ક્રિઝ પર આવ્યો ત્યારે વેસ્ટ ઈન્ડિઝની 59 રનમાં 3 વિકેટ પડી ગઈ હતી તેથી વેસ્ટ ઈન્ડિઝ હારી જશે એવું મનાતું હતું પણ મેયર્સે બાંગ્લાદેશી બોલર્સને બેફામ ઝૂડ્યા હતા. મેયર્સે 310 બોલમાં 20 ફોર અને 7 સિક્સની મદદથી 210* રન કર્યા. તેણે ચોથી વિકેટ માટે એન. બોન્નર સાથે 216 રનની ભાગીદારી કરી હતી. બોન્નરે 86 રનનું યોગદાન આપ્યું હતું. આ જીત સાથે વેસ્ટ ઈન્ડિઝે શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે. બીજી ટેસ્ટ 11 ફેબ્રુઆરીથી જ આ ગ્રાઉન્ડ પર રમાશે.
પહેલી જ ટેસ્ટ રમતા વેસ્ટ ઈન્ડિયને ચોથી ઈનિંગ્સમાં 210 રન કરીને અપાવ્યો અકલ્પનિય વિજય, 395 રન ચેઝ કર્યા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
08 Feb 2021 10:07 AM (IST)
એશિયાની ધરતી પર આ રન ચેઝ કોઈપણ ટીમ દ્વારા સૌથી સફળ રનચેઝ છે જ્યારે વિશ્વમાં ચોથી ઈનિંગ્સમા રન ચેઝ રીને જીતવામાં આ સ્કોર પાંચમા નંબરે છે.
NEXT
PREV
ઢાકાઃ વેસ્ટ ઇન્ડિઝે બાંગ્લાદેશ સામે બે ટેસ્ટ શ્રેણીની ચટ્ટોગ્રામ ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચ અકલ્પનિય રીતે 3 વિકેટે જીતી લીધી છે. વેસ્ટ ઈન્ડિઝે જીતવા માટે 395 રન કરવાના હતા. ચોથી ઇનિંગ્સમાં 395 રન ચેઝ કરવા અશક્ય લાગતા હતા પણ પોતાની પહેલી જ ટેસ્ટ રમતા કાઈલ મેયર્સે યાદગી ઇનિંગ્સ રમીને અણનમ 210 રન ફટાકરી વેસ્ટ ઈન્ડિઝને અકલ્પનિય વિજય અપાવ્યો હતો. મેયર્સ પહેલી જ ટેસ્ટની ચોથી ઇનિંગ્સમાં બેવડી સદી મારનાર વર્લ્ડનો પ્રથમ બેટ્સમેન બન્યો છે. એશિયાની ધરતી પર આ રન ચેઝ કોઈપણ ટીમ દ્વારા સૌથી સફળ રનચેઝ છે જ્યારે વિશ્વમાં ચોથી ઈનિંગ્સમા રન ચેઝ રીને જીતવામાં આ સ્કોર પાંચમા નંબરે છે.
મેયર્સ ક્રિઝ પર આવ્યો ત્યારે વેસ્ટ ઈન્ડિઝની 59 રનમાં 3 વિકેટ પડી ગઈ હતી તેથી વેસ્ટ ઈન્ડિઝ હારી જશે એવું મનાતું હતું પણ મેયર્સે બાંગ્લાદેશી બોલર્સને બેફામ ઝૂડ્યા હતા. મેયર્સે 310 બોલમાં 20 ફોર અને 7 સિક્સની મદદથી 210* રન કર્યા. તેણે ચોથી વિકેટ માટે એન. બોન્નર સાથે 216 રનની ભાગીદારી કરી હતી. બોન્નરે 86 રનનું યોગદાન આપ્યું હતું. આ જીત સાથે વેસ્ટ ઈન્ડિઝે શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે. બીજી ટેસ્ટ 11 ફેબ્રુઆરીથી જ આ ગ્રાઉન્ડ પર રમાશે.
મેયર્સ ક્રિઝ પર આવ્યો ત્યારે વેસ્ટ ઈન્ડિઝની 59 રનમાં 3 વિકેટ પડી ગઈ હતી તેથી વેસ્ટ ઈન્ડિઝ હારી જશે એવું મનાતું હતું પણ મેયર્સે બાંગ્લાદેશી બોલર્સને બેફામ ઝૂડ્યા હતા. મેયર્સે 310 બોલમાં 20 ફોર અને 7 સિક્સની મદદથી 210* રન કર્યા. તેણે ચોથી વિકેટ માટે એન. બોન્નર સાથે 216 રનની ભાગીદારી કરી હતી. બોન્નરે 86 રનનું યોગદાન આપ્યું હતું. આ જીત સાથે વેસ્ટ ઈન્ડિઝે શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે. બીજી ટેસ્ટ 11 ફેબ્રુઆરીથી જ આ ગ્રાઉન્ડ પર રમાશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -