Live Streaming Cricket India vs Sri lanka 2st T20: ભારત અને શ્રીલંકા વચ્ચે આજે ત્રણ મેચોની સીરીઝની બીજી ટી20 મેચ રમાશે. પ્રથમ મેચમાં ભારતીય ટીમે શાનદાર જીતી સાથે સીરીઝમાં 1-0થી લીડ બનાવી લીધી છે, ત્યારે રોહિત શર્માની આગેવાની વાળી આ ટીમ આજે જીત મેળવીને વધુ એક ટી20 સીરીઝને ફતેહ કરવા મેદાનમાં ઉતરશે, તો સામે શ્રીલંકન ટીમ આજે સીરીઝમાં પહેલી જીત મેળવવા પ્રયાસ કરશે અને આ જીત સાથે તેમની નજીર સીરીઝ બચાવવા પર પણ નજર રહશે.


ભારત-શ્રીલંકા ટી20....  કઈ ચેનલ પર કેટલા વાગ્યાથી થશે પ્રસારણ, લાઈવ સ્ટ્રીમિંગ કઈ એપ પર દેખાશે ? જાણો


ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી ટી20 મેચ આજે 26 ફેબ્રુઆરીએ શનિવારે રમાશે. બન્ને ટીમો આજની મેચ રમવા હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ, ધર્મશાળાના મેદાનમાં ઉતરશે. ભારતીય સમયાનુસર આજની મેચ સાંજે 7.00 વાગ્યાથી શરૂ થશે, જ્યારે ટૉસ સાંજે 6.30એ થશે. 


ભારત-શ્રીલંકા વચ્ચેની બીજી ટી20 મેચ જોવા માંગતા હોય તો મેચનુ લાઇવ ટેલિકાસ્ટ તમે સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલો પરથી અંગ્રેજી અને હિન્દીમાં જોઇ શકશો, આ સાથે તમે મેચને ડીડી સ્પોર્ટ્સ પરથી પણ લાઇવ જોઇ શકો છો. આ ઉપરાંત મેચનુ લાઇવ સ્ટ્રીમિંગ મોબાઇલ પર જોવા માંગતા હોય તો તમે ડિઝ્ની પ્લસ હૉટસ્ટાર એપથી ટી20 મેચનુ લાઇવ સ્ટ્રીમિંગ જોઇ શકો છો.


આવો છે ઓવરઓલ રેકોર્ડ-
ભારત અને શ્રીલંકાની વચ્ચે અત્યાર સુધી 23 ટી20 મેચો રમાઈ ચૂકી છે. આમાં ભારતે 15 મેચમાં જીત મેળવી છે, તો શ્રીલંકા ટીમે 7 મેચો પોતાના નામે કરી છે. એક મેચ ટાઇ રહી છે. આ 22માંથી 12 મેચો ભારતીય મેદાનો પર રમાઇ છે. આ 12માંથી શ્રીલંકાને માત્ર 2 મેચોમાં જ જીત મળી છે. 


ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન
રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન (વિકેટકીપર), શ્રેયસ ઐય્યર, સંજુ સેમસન, દીપક હુડા, વેંકટેશ ઐય્યર, રવિન્દ્ર જાડેજા, યુઝવેન્દ્ર ચહલ, હર્ષલ પટેલ, ભુવનેશ્વર કુમાર અને જસપ્રિત બુમરાહ.