નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગની 13મી સિઝન રોમાંચક મૉડમાં પહોંચી ચૂકી છે. દરેક ટીમ એકબીજા પર ભારે પડી રહી છે. આવા સમયે હૈદરાબાદને એક મોટો ફટકો લાગ્યો છે. સ્ટાર બૉલર ભૂવનેશ્વર કુમાર ઇજાના કારણે બહાર થઇ ગયો છે. ભુવીના બહાર થવાથી ટીમમાં બીજા એક બૉલરને સમાવવામાં આવ્યો છે તે છે પૃથ્વીરાજ યાર્રા. પૃથ્વીરાજ યાર્રાની બૉલિંગથી લોકો આશ્ચર્ચચકિત થઇ ગયા છે કેમકે તે પોતાના બૉલને જબરદસ્ત રીતે સ્વિંગ કરાવી રહ્યો છે.

આંધ્રપ્રદેશનો 21 વર્ષીય ક્રિકેટર પૃથ્વીરાજ યાર્રા ફાસ્ટ બૉલર છે અને તેને ઘરેલુ ક્રિકેટનો ખાસ અનુભવ પણ નથી. પરંતુ આઇપીએલમાં તે પોતાના સ્વિંગથી લોકોનુ ધ્યાન ખેંચી રહ્યો છે. આ ડાબોડી બૉલરના સ્વિંગ થતાં બૉલને જોઇને લોકો તેને સ્વિંગનો માસ્ટર કહે છે, તેની પાકિસ્તાનના મહાન બૉલર વસિમ અકરમ સાથે સરખામણી થઇ રહી છે.

ઉલ્લેખનીય છે કે સનરાઇઝર્સ હૈદરાબાદનો મુખ્ય બૉલર ભુવનેશ્વર કુમાર ઇજાના કારણે ટુર્નામેન્ટમાંથી બહાર થઇ ગયો છે. 2જી ઓક્ટોબરે ચેન્નાઇ સુપર કિંગ્સ સામે રમાયેલી મેચમાં 19મી ઓવર દરમિયાન ભુવીને ઇજા પહોંચી હતી. આ ઓવરમાં તે માત્ર એક જ બૉલ ફેંકી શક્યો હતો. બાદમાં તેની જગ્યાએ ટીમમાં આંધ્રપ્રદેશના સ્વિંગના માસ્ટર પૃથ્વીરાજ યાર્રાને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. લોકો તેને વસીમ અકરમની જેમ સ્વિંગનો માસ્ટર ગણાવી રહ્યાં છે.

પૃથ્વીરાજ યાર્રા ડાબોડી ફાસ્ટ બૉલર છે, અને તેને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તામિલનાડુ વિરુદ્ધ 2017-18માં ડેબ્યૂ કર્યુ હતુ. તેને કુલ 54 વિકેટ ઝડપી છે. ગયા વર્ષે કોલકત્તા નાઇટ રાઇડર્સની ટીમમાં તેને સામેલ કરવામાં આવ્યો હતો.



કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ

કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ