મુંબઈ ઈન્ડિયન્સના ઓપનર રોહિત શર્મા અને ડી કોકે પ્રથમ વિકેટ માટે 4.5 ઓવરમાં 49 રનની પાર્ટનરશિપ કરી હતી. ડી કોકે 15 બોલમાં 23 રન, રોહિત શર્માએ 23 બોલમાં 35 રન, ઈશાન કિશને 0 રન, કૃણાલ પંડ્યાએ 12 રન બનાવ્યા હતા. સૂર્યકુમાર યાદવ 47 બોલમાં 11 ચોગ્ગા અને 2 છગ્ગા વડે 79 રન અને હાર્દિક પંડ્યા 19 બોલમાં 30 રન બનાવી નોટ આઉટ રહ્યા હતા.
રોહિતની નજર આજની મેચ જીતીને ટૉપ પર પહોંચવા પર રહેશે, તો વળી સામે રાજસ્થાન જીત મેળવીને લય હાંસલ કરવા પ્રયાસ કરશે. પૉઇન્ટ ટેબલમાં હાલની સ્થિતિની વાત કરીએ તો મુંબઇ ઇન્ડિયન્સ પાંચમાંથી ત્રણ જીત અને બે હાર સાથે 6 પૉઇન્ટ સાથે બીજા નંબર પર છે. જ્યારે રાજસ્થાન રૉયલ્સ ચારમાંથી બે જીત અને બે હાર સાથે 4 પૉઇન્ટ સાથે પૉઇન્ટ ટેબલમાં પાંચમા નંબરની પૉઝિશન પર છે.
મુંબઇ ઇન્ડિયન્સની સંભવિત પ્લેઇંગ ઇલેવન
રોહિત શર્મા (કેપ્ટન), ક્વિન્ટૉન ડી કૉક (વિકેટકીપર), સૂર્ય કુમાર યાદવ, ઇશાન કિશન, કીરોન પોલાર્ડ, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, જેમ્સ પેટિન્સન, રાહુલ ચાહર, જસપ્રીત બુમરાહ, ટ્રેન્ટ બૉલ્ટ.
રાજસ્થાન રોયલ્સની પ્લેઇંગ ઇલેવન
યશસ્વી જયસ્વાલ, જોસ બટલર, સ્ટીવ સ્મિથ, સંજુ સેમસન, જોફ્રા આર્ચર, મહિપાલ લોમરોર, રાહુલ તેવતિયા, ટોમ કરન, શ્રેયસ ગોપાલ, અંકિત રાજપૂત, કાર્તિક ત્યાગી