નવી દિલ્હી:  ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (BCCI) પોતાના ખેલાડીઓની કોન્ટ્રાક્ટ લિસ્ટ જાહેર કરી દીધી છે. જો કે, છેલ્લા કેટલાક સમયથી ટીમ ઈન્ડિયા (Team India) માટે વનડે અને ટી20માં જબરજસ્ત બોલિંગ કરનારા ટી નટરાજનને (T Natarajan) આ વર્ષની કોન્ટ્રાક્ટ લિસ્ટમાં સ્થાન મળ્યું નથી. નટરાજન ટીમ ઈન્ડિયા માટે સતત રમી રહ્યો છે એવામાં બીસીસીઆઈનો સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ ન મળવો ખૂબ ચોંકાવનારો છે. 


જો કે, જાણકારો અનુસાર આ લિસ્ટમાં સામેલ થવા જે શરતો છે તે નટરાજને હજુ પૂરી કરી નથી જેના કારણે તેને કોન્ટ્રાક્ટમાંથી બહાર રાખવામાં આવ્યો છે. 


BCCIના નિયમો અનુસાર, કોઈપણ ખેલાડી કે જેણે ત્રણ ટેસ્ટ અથવા પાંચ વન ડે અથવા આઠ ટી 20 રમ્યા હોય તેને આ યાદીમાં ગ્રેડ-સીમાં શામેલ કર્યા છે. રણજીમાં તમિલનાડુ તરફથી રમનારા નટરાજન (T Natarajan)ની વાત કરીએ તો તે ભારત માટે અત્યાર સુધી માત્ર એક જ ટેસ્ટ, બે વનડે અને ચાર ટી -20 મેચ રમ્યો છે. આ જ કારણ છે કે તેને ચાલુ વર્ષે કરારની સૂચિમાં સ્થાન આપવામાં આવ્યું નથી. જો કે, એવી અપેક્ષા છે કે આ વર્ષના અંત સુધીમાં તેને ગ્રેડ-સીમાં સ્થાન મળશે.



ગ્રેડ-એમાં 10 ખેલાડીઓ સામેલ 


ગ્રેડ-એ પ્લસમાં કોહલી, રોહિત શર્મા અને ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ શામેલ છે. આ ત્રણેય ખેલાડીઓ છેલ્લા બે વર્ષથી ગ્રેડ એનો ભાગ છે. બીસીસીઆઈ દર વર્ષે આ ત્રણેય ખેલાડીઓને 7 કરોડ રૂપિયા આપે છે.



ગ્રેડ-એ પ્લસમાં કોહલી, રોહિત શર્મા અને ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ શામેલ છે. આ ત્રણેય ખેલાડીઓ છેલ્લા બે વર્ષથી ગ્રેડ એનો ભાગ છે. બીસીસીઆઈ દર વર્ષે આ ત્રણેય ખેલાડીઓને 7 કરોડ રૂપિયા આપે છે.



જ્યારે ગ્રેડ-એમાં કુલ 10 ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે. જેમાં રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, ચેતેશ્વર પૂજારા, ભારતીય ટેસ્ટ ટીમના ઉપ-કેપ્ટન અજિંક્ય રહાણે, શિખર ધવન, લોકેશ રાહુલ, મોહમ્મદ શમી, ઇશાંત શર્મા, રિષભ પંત અને હાર્દિક પંડ્યાના નામ છે. ગ્રેડ એમાં સામેલ ખેલાડીઓને પાંચ કરોડ રૂપિયા મળશે.



ગ્રેડ-બીમાં રિદ્ધિમન સાહા, ઉમેશ યાદવ, ભુવનેશ્વર કુમાર, શાર્દુલ ઠાકુર અને મયંક અગ્રવાલને સામેલ કરવામાં આવ્યા છે જ્યારે ગ્રેડ-સીમાં કુલદીપ યાદવ, નવદીપ સૈની, દીપક ચહર, શુબમન ગિલ, હનુમા વિહારી, અક્ષર પટેલ, શ્રેયસ અય્યર, વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ અને મોહમ્મદ સિરાજ શામેલ છે.