Virat Kohli Retirement Update : ભારતના સ્ટાર ખેલાડી વિરાટ કોહલીએ ટેસ્ટ અને T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. વિરાટ હજુ પણ ODI ક્રિકેટ રમી રહ્યો છે. તેના ચાહકો તેને ઓસ્ટ્રેલિયા સામેની ODI શ્રેણીમાં રમતા જોવા માંગે છે. જોકે, મુખ્ય પસંદગીકાર અજિત અગરકર કોહલીનો યોગ્ય રીતે સંપર્ક કરી શક્યા નથી. રેવસ્પોર્ટ્સના અહેવાલ મુજબ, વિરાટ કોહલી સાથે વનડે ક્રિકેટમાં રમવાને લઈ કોઈ વાતચીત થઈ નથી.
મુખ્ય પસંદગીકાર અજિત અગરકરે તાજેતરમાં વિરાટ કોહલી સાથે ODI ક્રિકેટ માટેની તેમની યોજનાઓ વિશે વાત કરી હતી. રેવસ્પોર્ટ્ઝના એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે. જોકે, અહેવાલમાં જણાવાયું છે કે કોહલી તરફથી સંવાદના અભાવના કારણે નિરાશ છે.
શું વિરાટ કોહલી ODI ક્રિકેટ રમશે ?
વિરાટ કોહલીના વનડે ક્રિકેટ રમવાને લઈ એ રિપોર્ટ સામે આવ્યો છે કે BCCI સાથે ચર્ચાઓમાં કોઈ વિલંબ થઈ રહ્યો છે. ભારતીય ક્રિકેટ બોર્ડ ઇચ્છતું હતું કે રોહિત શર્મા અને વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયા A સામે ODI મેચ રમે પરંતુ બંને ખેલાડીઓને ભારત A ટીમમાં સામેલ કરવામાં આવ્યા ન હતા. વિરાટ અને રોહિત બંને IPL 2025 પછી એક પણ મેચ રમ્યા નથી.
રોહિત અને વિરાટે બ્રોન્કો ટેસ્ટ પાસ કર્યો
રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયા સામેની ODI સીરીઝ પહેલા બ્રોન્કો ટેસ્ટ અને YO-YO ટેસ્ટ પાસ કરી છે. બંને ખેલાડીઓ સંપૂર્ણપણે ફિટ છે. રોહિત અને વિરાટના નેટ્સમાં પ્રેક્ટિસ કરતા ફોટા પણ સામે આવ્યા છે.
ભારતનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ
ભારત ઓસ્ટ્રેલિયાના પ્રવાસ માટે વન-ડે અને ટી-20 શ્રેણી રમવાનું છે. આ પ્રવાસમાં ટીમ ઈન્ડિયા ત્રણ વન-ડે અને પાંચ ટી-20 મેચ રમશે. રોહિત શર્મા વન-ડે કેપ્ટન રહેશે. વિરાટ કોહલીએ પણ વન-ડેમાંથી નિવૃત્તિની જાહેરાત કરી નથી. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની વન-ડે શ્રેણી 19 થી 25 ઓક્ટોબર દરમિયાન રમાશે. પાંચ મેચની ટી-20 શ્રેણી 29 ઓક્ટોબરથી શરૂ થશે અને 8 નવેમ્બર સુધી ચાલશે. ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની હજુ સુધી જાહેરાત કરવામાં આવી નથી.
વનડેમાં વિરાટ કોહલીએ સચિન તેંડુલકર બાદ બીજા નંબરે સૌથી વધારે 35 સદીઓ ફટકારી છે. કોહલીએ સૌથી વધુ ઝડપી વન-ડે સદી સહિત અનેક ભારતીય બેટિંગ રેકોર્ડ્સ પોતાના નામે કર્યા છે, જેમાં 5000 રન કરનાર સૌથી ઝડપી બેટ્સમેન અને સૌથી ઝડપી 10 વન-ડે સદી ફટકારવાનો રેકોર્ડ સામેલ છે.
ભારતીય ક્રિકેટના આ દિગ્ગજ બેટ્સમેન ટેસ્ટ અને ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યા છે. જોકે, તેમની વનડે કારકિર્દી હજુ પણ ચાલુ છે અને તે 50 ઓવરના ફોર્મેટમાં ભારત માટે રમવાનું ચાલુ રાખશે.