ભારતીય ટીમના ભૂતપૂર્વ સ્ટાર ક્રિકેટર યુવરાજ સિંહ વિશે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. યુવરાજની માતા શબનમ સિંહને ધમકી મળી છે. આ કેસમાં આરોપી મહિલાની ધરપકડ કરવામાં આવી છે. તેણે યુવરાજની માતાને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને 40 લાખ રૂપિયાની ખંડણીની માંગણી કરી હતી. પોલીસે કાર્યવાહી કરીને આરોપી મહિલાને 5 લાખ રૂપિયા લેતા રંગેહાથ ઝડપી લીધી હતી.


આ મામલે DLF ફેઝ-1 પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે. આરોપી મહિલાની ઓળખ હેમા કૌશિક ઉર્ફે ડિમ્પી તરીકે થઈ છે. નોંધનીય છે કે યુવરાજનો નાનો ભાઈ જોરાવર સિંહ છે. આ આરોપી મહિલા હેમાને તેની કેરટેકર તરીકે રાખવામાં આવી હતી. પરંતુ 20 દિવસમાં જ તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવી હતી.  આરોપી મહિલાએ તેને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી હતી.


પોલીસને આપેલી ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે શબનમ સિંહે તેમના પુત્ર ઝોરાવરની દેખરેખ માટે એક મહિલા મેનેજર/કેરટેકરને રાખી હતી. પરંતુ તેના ખરાબ વર્તન અને કામના કારણે તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવી હતી. કામ પરથી કાઢી મુક્યા બાદ આરોપી હેમાએ તેના પરિવાર અને પુત્ર જોરાવરને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. તેમજ ઇમેજ બગાડવાની પણ ધમકી આપી 40 લાખ રૂપિયાની માંગણી કરી હતી.


યુવરાજનો ભાઈ ડિપ્રેશનથી પીડાઇ રહ્યો છે. આરોપી મહિલાની મંગળવારે (25 જુલાઈ) ધરપકડ કરવામાં આવી હતી. યુવરાજનું ઘર DLF ફેઝ-1માં છે. તેની માતા શબનમ સિંહે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે વર્ષ 2022માં હેમાને યુવરાજના ભાઈ જોરાવરની કેરટેકર તરીકે રાખવામાં આવી હતી. જોરાવર છેલ્લા ઘણા સમયથી ડિપ્રેશન સામે ઝઝૂમી રહ્યો છે. શબનમે જણાવ્યું કે હેમાને 20 દિવસ પછી જ કામ પરથી હટાવી દેવામાં આવી હતી. હેમા પ્રોફેશનલ ન હોવાના કારણે કાઢી મૂકવામાં આવી હતી. તેણે જોરાવર સિંહને પોતાની જાળમાં ફસાવી રહી હતી. શબનમ સિંહે ફરિયાદમાં જણાવ્યું હતું કે મે 2023માં હેમા ઉર્ફે ડિમ્પીએ તેને વોટ્સએપ મેસેજ પર કોલ કરવાનું શરૂ કર્યું હતું. જેમાં તેણીએ ધમકી આપી હતી કે તે તેઓના પરિવારને ખોટા કેસમાં ફસાવીને બદનામ કરશે. તેના બદલામાં હેમાએ 40 લાખ રૂપિયાની માંગણી કરી હતી. પરિવારને બદનામ કરવાની ધમકી 19 જૂલાઈના રોજ હેમા કૌશિકે વોટ્સએપ મેસેજ મોકલી આપી હતી.


શબનમે હેમાને કહ્યું કે આ રકમ મોટી છે અને તેને એકત્રિત કરવા માટે સમય માંગ્યો હતો. 24 જૂલાઇ સુધી 5 લાખ રૂપિયા આપવાનું નક્કી થયું હતું, પરંતુ મંગળવારે જ્યારે આરોપી યુવતી હેમા 5 લાખ રૂપિયા લેવા પહોંચી ત્યારે પોલીસે તેની ધરપકડ કરી હતી. DLF ફેઝ-1 પોલીસ સ્ટેશનમાં ગેરકાયદે વસૂલાતની કલમો હેઠળ FIR નોંધવામાં આવી છે. બાદમાં યુવતીને જામીન પર મુક્ત કરવામાં આવી હતી