IND W vs SL W Final Live: ભારત શ્રીલંકાને 8 વિકેટ હરાવી બન્યું ચેમ્પિયન, સ્મૃતિ મંધાનાના વિસ્ફોટક 51 રન

Asia Cup Final 2022, IND W vs SL W: .ગુરુવારે ભારતે પ્રથમ સેમિફાઇનલ મેચમાં થાઇલેન્ડને હરાવ્યું હતું, જ્યારે બીજી સેમિફાઇનલ મેચમાં શ્રીલંકાએ પાકિસ્તાનને 1 રનથી હરાવ્યું હતું.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 15 Oct 2022 03:18 PM
ભારત બન્યું ચેમ્પિયન

શ્રીલંકાએ ફાઈનલ જીતવા આપેલા 66 રનના લક્ષ્યાંકને ભારતે 8.3 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો. સ્મૃતિ મંધાનાએ 25 બોલમાં અણનમ 51 રન બનાવ્યા હતા. કેપ્ટન હરમનપ્રીત કૌર 11 રને નોટ આઉટ રહી હતી.





ભારતે ઉપરા છાપરી ગુમાવી બે વિકેટ

મજબૂત શરૂઆત બાદ ભારતે ઉપરાછાપરી બે વિકેટ ગુમાવી છે. શેફાલી વર્મા 5 અને રોડ્રિગ્સ 2 રન બનાવી આઉટ થયા. 5 ઓવરના અંતે ભારતનો સ્કોર 2 વિકેટના નુકસાન પર 40 રન છે. સ્મૃતિ મંધાના 27 અને હરમનપ્રીત કૌર 6 રને રમતમાં છે.

ભારતની મજબૂત શરૂઆત

ફાઈનલમાં 66 રનનો ટાર્ગેટ હાંસલ કરવા ઉતરેલી ભારતીય મહિલા ટીમે મજબૂત શરૂઆત કરી છે. સ્મૃતિ મંધાના 18 અને શેફાલી વર્મા 5 રને રમતમાં છે. 3 ઓવરના અંતે ભારતનો સ્કોર વિના વિકેટે 25 રન છે.

ભારતને જીતવા 66 રનનો ટાર્ગેટ

મહિલા એશિયાકપની ફાઈનલમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમે 20 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 65 રન બનાવ્યા છે. માત્ર બે મહિલા ક્રિકેટર જ ડબલ આંકડામાં પહોંચી શક્યા હતા. રાણાવીરા 18 રને નોટ આઉટ રહી હતી. રણસિંઘે 13 રન બનાવ્યા હતા. ભારત તરફથી રેણુકા સિંહે 3, રાજેશ્વરી ગાયકવાડે 2 અને સ્નેહ રાણાએ 2 વિકેટ લીધી હતી. બે બેટર રન આઉટ થઈ હતી.


 





શ્રીલંકાએ 45 રનમાં ગુમાવી 9 વિકેટ

મહિલા એશિયાકપની ફાઈનલમાં શ્રીલંકાએ કંગાળ દેખાવ કર્યો છે. 45 રનમાં 9 વિકેટ ગુમાવી દીધી છે. રેણુકા સિંહે 3, રાજેશ્વરી ગાયકવાડે 2 અને સ્નેહ રાણાએ 2 વિકેટ લીધી છે. બે બેટર રન આઉટ થયા છે.

શ્રીલંકાએ 25 રનમાં ગુમાવી 7 વિકેટ

મહિલા એશિયાકપની ફાઈનલમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમની નબળી શરૂઆત થઈ છે. શ્રીલંકાનો સ્કોર 9 ઓવરના અંતે 25 રન પર 7 વિકેટ છે.  

શ્રીલંકાની અડધી ટીમ પેવેલિયન ભેગી

મહિલા એશિયાકપની ફાઈનલમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમની નબળી શરૂઆત થઈ છે. શ્રીલંકાનો સ્કોર 5 ઓવરના અંતે 16 રન પર 5 વિકેટ છે. રેણુકા સિંહે 3 ઓવરમાં 5 રન આપી 3 વિકેટ ઝડપી છે.

શ્રીલંકાએ એક જ ઓવરમાં ગુમાવી 3 વિકેટ

મહિલા એશિયાકપની ફાઈનલમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમની નબળી શરૂઆત થઈ છે. શ્રીલંકાનો સ્કોર 4 ઓવરના અંતે 9 રન પર 4 વિકેટ છે. શ્રીલંકાએ એક જ ઓવરમાં 3 વિકેટ ગુમાવી હતી. મદાવી 1 રન બનાવી રન આઉટ થઈ હતી. જે બાદ હિસની પરેરા ખાતું પણ ખોલાવી શકી હતી અને અંતિમ બોલે અનુષ્કા સંજીવની 2 રન બનાવી રન આઉટ થઈ હતી.

ભારતને મળી પ્રથમ સફળતા

મહિલા એશિયાકપની ફાઈનલમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમનો સ્કોર 3 ઓવરના અંતે 9 રન છે. કેપ્ટન અટ્ટાપટુ 6 રન બનાવી રન આઉટ થઈ હતી.

શ્રીલંકાની સંગીન શરૂઆત

મહિલા એશિયાકપની ફાઈનલમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમે સંગીન શરૂઆત કરી છે. 2 ઓવરના અંતે શ્રીલંકકાનો સ્કોર 7 રન છે. કેપ્ટન અટ્ટાપટ્ટુ 6 અને સંજીવની 1 રને રમતમાં છે.

શ્રીલંકાની ટીમ

ચમારી અટ્ટાપટ્ટુ (કેપ્ટન), હર્ષિતા મડાવી, હસીની પરેરા, નિલાક્ષી ડી સિલ્વા, કવિશા દિલહારી, અનુષ્કા સંજીવની (વિકેટકિપર), કવિશા દિલહારી, માલશા શેહાના, ઓશાદી રણસિંઘે, સુગંધિકા કુમારી, ઈનોકા રનવીરા, અચિની કુલસુરિયા

ભારતની પ્લેઈંગ ઈલેવન

સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, જેમિમા રોડ્રિગ્સ, દલાલન હેમલતા, હરમનપ્રીત કૌર (કેપ્ટન), ઋચા ઘોષ (વિકેટ કિપર), પૂજા વસ્ત્રાકર, દીપ્તિ શર્મા, સ્નેહ રાણા, રેણુકા સિંહ, રાજેશ્વરી ગાયકવાડ

બ્રેકગ્રાઉન્ડ

Womens Asia Cup 2022 Final, IND vs SL : મહિલા એશિયા કપ 2022ની ફાઈનલ મેચમાં શ્રીલંકાનો સામનો ભારત સામે છે. મેચમાં શ્રીલંકાએ ટોસ જીતીને બેટિંગ કરવાનો ફેંસલો કર્યો છે.






ક્યાં જોઈ શકાશે લાઇવ ટેલિકાસ્ટ


આ મેચનું લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલો પર બપોરે 1 કલાકથી જોઈ શકાશે. જ્યારે લાઇવ સ્ટ્રિમિંગ મોબાઇલ એપ Disney+ Hotstar પર જોઈ શકાશે.


ભારત સાતમી વખત જીતવા ઉતરશે


ભારતને રેકોર્ડ સાતમી વખત અને વર્ષ 2016 બાદ પ્રથમ વખત એશિયા કપ જીતવાની આશા છે. જ્યારે શ્રીલકા 2008 બાદ પ્રથમ વખત એશિયા કપની ફાઈનલમાં પ્રવેશ્યું છે અને તેઓને પ્રથમવાર ટાઈટલ જીતવાની આશા છે.  ભારત આઠમીવાર યોજાઈ રહેલા એશિયા કપની ફાઈનલમાં આઠમી વખત પ્રવેશ્યું છે. છેલ્લા 2018માં રમાયેલા યી-20 વર્લ્ડકપની ફાઈનલમાં બાંગ્લાદેશે ભારતને આચંકો આપ્યો હતો. ભારતનો આધાર સ્મૃતિ મંધાના, રિચા ઘોષ, પૂજા વસ્ત્રાકર, સ્નેહ કાણા, રાધા યાદવ પર રહેશે. જ્યારે શ્રીલંકાનો આધાર કેપ્ટન ચામારી અટ્ટાપટ્ટુ, કવિષા દિલહારી, હર્ષિથા માડાવી અને નિલાક્ષી ડે સીલ્વા તેમજ ઈનોકા રનવીરા પર રહેશે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.