Women T20 World Cup 2023: આઇસીસી મહિલા ટી20 વર્લ્ડકપ 2023માં આજે 15 ફેબ્રુઆરીએ ભારત અને વેસ્ટ ઇન્ડિઝની મહિલા ટીમો વચ્ચે મેચ રમાશે. આ બન્ને આજે સાઉથ આફ્રિકાના કેપટાઉનના ન્યૂલેન્ડ્સ ગ્રાઉન્ડ પર સાંજે આમને સામને ટકરશે. જોકે, આ મેચ પહેલા જ ભારતની ઉપકેપ્ટન સ્મૃતિ મંધાના માટે એક ખાસ ખબર સામે આવી છે, આજનો દિવસ સ્મૃતિ મંધાના માટે ખાસ બની શકે છે.
ઇજામાંથી પર ફરેલી સ્મૃતિ મંધાના જો આજની મેચ રમે છે, તો એક વ્યક્તિગત એક ઉપલબ્ધિ હાંસલ કરી શકે છે. જો વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ તે સારી બેટિંગ કરે છે, તો તે મહિલા ટી20 ઇન્ટરનેશનલમાં સૌથી વધુ રન બનાવનારી દુનિયાની છઠ્ઠી ક્રિકેટર બની જશે. આ મામલામાં તે વેસ્ટ ઇન્ડિઝની ડિએન્ડ્રા ડૉટિનને પાછળ પાડી દેશે.
સ્મૃતિ મંધાનાને 47 રનની જરૂર -
સ્મૃતિ મંધાનાને મહિલા ટી20 ઇન્ટરનેશનલમાં ડિએન્ડ્રા ડૉટિનના રનોનો રેકોર્ડ તોડવા માટે માત્ર 47 રનોની જરૂર છે. ડૉટિને બારબાડૉસ અને વેસ્ટ ઇન્ડિઝ તરફથી રમતા મહિલા ટી20 ઇન્ટરનેશનલમાં 2697 રન બનાવ્યા છે. વળી, ટીમ ઇન્ડિયાની ઓપનર બેટ્સમેન સ્મૃતિ મંધાના 2651 રન બનાવી ચૂકી છે. બુધવારે કેરેબિયન ટીમ વિરુદ્ધ મેચમાં જો સ્મૃતિ 47 રન બનાવી લે છે, તો ડિએન્ડ્રા ડૉટિનને પાછળ પાડી દશે. વળી, આમ પણ સ્મૃતિ ભારત તરફથી ટી20 ઇન્ટરનેશનલમાં સૌથી વધુ રન બનાવનારી બીજી મહિલા ક્રિકેટર છે. ભારત તરફથી મહિલા ટી20 ઇન્ટરનેશનલમાં હરમનપ્રીત કૌરે સૌથી વધુ રન 2956 રન બનાવ્યા છે.
લયમાં છે સ્મૃતિ મંધાના -
છેલ્લા કેટલાય સમયથી શાનદાર ફોર્મમાં ચાલી રહેલા સ્મૃતિ મંધાના હાલના સમયમાં ખુબ સારી લયમાં છે. તાજેતરમાં જ સાઉથ આફ્રિકા, ભારત અને વેસ્ટ ઇન્ડિઝની વચ્ચે રમાયેલી ત્રિકોણીય ટી20 સીરીઝમાં તેનુ પ્રદર્શન જોરદાર રહ્યુ હતુ. આ દરમિયાન તેને 5 મેચો રમી હતી, જેમાં 86 રન બનાવ્યા હતા. છેલ્લી પાંચ ટી20 મેચોમાં ચારમાંથી તે બે આંકડા સુધી નથી પહોંચી, પરંતુ વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ ટી20 વર્લ્ડકપ મેચોમાં સ્મૃતિ મંધાના બેસ્ટ પ્રદર્શન કરવાના ઇરાદાથી મેદાનમાં ઉતરશે.