India vs Australia: મહિલા ટી20 વર્લ્ડકપ (Women's T20 World Cup) 2023માં ભારતીય મહિલા ટીમનો સામનો હવે ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમ સામે થવાનો છે. બન્ને ટીમો સેમિ ફાઇનલ મેચમાં ટકરાશે. ઓસ્ટ્રેલિયા ટીમ અહીં સેમિ ફાઇનલમાં ગૃપ 1ની તમામ ચારેય મેચો જીતીને પહોંચી છે, તો ભારતીય મહિલા ટીમે પણ પોતાના ગૃપ 2માં ચારમાંથી ત્રણ મેચોમાં જીત હાંસલ કરીને અહીં સુધીનો સફર કર્યો છે. બન્ને ટીમો આ મહિલા ટી20 વર્લ્ડકપ દમદાર રહ્યો છે, ભારતીય ટીમે પોતાના ગૃપમાં પાકિસ્તાન, વેસ્ટ ઇન્ડિઝ અને આયરલેન્ડને હરાવ્યુ છે, તો વળી, ઓસ્ટ્રેલિયાની ટીમ તમામ ચારેય ગૃપ ટીમોને હરાવીને અજય રહી છે. 


ભારત અને ઓસ્ટ્રેલિયા મહિલા ટીમની વાત કરીએ તો, આંતરરાષ્ટ્રીય ટી20માં ઓસ્ટ્રેલિયન મહિલા ટીમે હંમેશા માટે ભારતીય ટીમ પર ભારે પડી છે. હાલમાં આંતરરાષ્ટ્રીય આઇસીસી ટી20 રેન્કિંગ જોઇએ તો ઓસ્ટ્રેલિયા મહિલા ટીમ નંબર વન પર છે, તો ભારતીય મહિલા ટીમ નંબર ચાર પર છે. જાણો અહીં બન્ને વચ્ચે મહિલા ટી20 વર્લ્ડકપ 2023ની સેમિ ફાઇનલ મેચ ક્યારે ને ક્યાંથી કેટલા વાગે જોઇ શકાશે લાઇવ..... 


ક્યારે અને ક્યાંથી જોઇ શકાશે મેચ લાઇવ ?
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મહિલા ટી20 વર્લ્ડકપ 2023ની સેમિ ફાઇનલ મેચ આવતીકાલે એટલે કે 23 ફેબ્રુઆરીએ રમાશે. બન્ને વચ્ચેની આ સેમિ ફાઇનલ મેચ ભારતીય સમયાનુસાર, સાંજે 6.30 વાગ્યાથી શરૂ થશે. આ મેચ સાઉથ આફ્રિકાના કેપ ટાઉનના ન્યૂલેન્ડ્સ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ મેચનું લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલો પર કરવામાં આવશે. વળી, આ ટૂર્નામેન્ટની તમામ મેચોનું તમે લાઇવ સ્ટ્રીમિંગ Disney+Hotstar એપ પરથી પણ જોઇ શકો છો, આ માટે તમારે ડિઝ્ની+હૉટસ્ટાર માટેનુ સબ્સક્રિપ્શન પેક ખરીદવુ પડશે, જો તમે ફ્રીમાં મેચ જોવા માંગો છો, તો તમે ડીડી સ્પૉર્ટ્સ પર જઇ શકો છો, અહીં મેચનું ફ્રી લાઇવ બ્રૉડકાસ્ટિંગ થઇ રહ્યુ છે. 


બન્ને ટીમોની ફૂલ સ્ક્વૉડ ?


ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ફૂલ સ્ક્વૉડ - 
હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, યાસ્તિકા ભાટિયા, ઋચા ઘોષ, જેમિમા રોડ્રિગ્સ, હરલીન દેઓલ, દીપ્તી શર્મા, દેવિકા વૈદ્ય, રાધા યાદવ, રેણુકા ઠાકુર, અંજલી સરવાની, પૂજા વસ્ત્રાકર, રાજેશ્વરી ગાયકવાડ, શિખા પાંડે


ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટ ટીમની ફૂલ સ્ક્વૉડ - 
મેગ લેનિંગ (કેપ્ટન), એલિસા હિલી, ડાર્સી બ્રાઉન, એશ્લે ગાર્ડનર, કિમ ગાર્થ, હીથર ગ્રાહમ, ગ્રેસ હેરિસ, જેસ જૉનસન, અલાના કિંગ, તાહિલા મેક્ગ્રા, બેથ મૂની, એલિસ પેરી, મેગન શટ, એનાબેલ સધરલેન્ડ, જૉર્જિયા વેરહમ.