Sarah Taylor Social Media Post: ઇંગ્લેન્ડની ભૂતપૂર્વ મહિલા ક્રિકેટર સારાહ ટેલરે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ પોસ્ટ કરી છે. તેણીએ તેના જીવનસાથી ડાયના સાથે એક ચિત્ર શેર કર્યું છે, જેમાં તે ડાયનાની પ્રેગ્નેન્સી ટેસ્ટ પોઝેટિવ દર્શાવતી નજરે પડી રહી છે. સાથે જ તેણે સોનોગ્રાફીનો ફોટો પણ શેર કર્યો છે. જેમાં ડાયનાના ગર્ભાશયમાં હાજર બાળક સ્પષ્ટ દેખાય છે. સારા ટેલરની આ પોસ્ટ હવે સોશિયલ મીડિયા પર છે.
સારા ટેલરે આ બે ફોટા સાથે લખ્યું છે કે, માતા બનવું હંમેશાં મારા જીવનસાથીનું સ્વપ્ન રહ્યું છે. આ યાત્રા બિલકુલ સરળ નહોતી, પરંતુ ડાયનાએ હાર માની નહોતી. હું જાણું છું કે તે શ્રેષ્ઠ માતા બનશે અને તેનો ભાગ બનીને મને ખૂબ આનંદ થાય છે. હવે તેના 19 અઠવાડિયા બાકી છે અને ત્યાર બાદ જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે.
સારાએ આ પોસ્ટ સાથે એલજીબીટીનો મેઘધનુષ્ય ઇમોજી પણ મૂકી છે. ક્રિકેટ ચાહકો સારાની આ પોસ્ટ પર ઘણી પ્રતિક્રિયા આપી રહ્યા છે. ચાહકો આ દંપતીને માતા બનવા માટે તેમજ તેમની યાત્રા, સંઘર્ષ અને જીવનશૈલીની પ્રશંસા કરવા બદલ અભિનંદન આપી રહ્યા છે. Australian દિગ્ગજ એડમ ગિલક્રિસ્ટે પણ સારાની પોસ્ટ પર પ્રતિક્રિયા આપી છે.
સારા ટેલર એક સુપ્રસિદ્ધ ખેલાડી
ઇંગ્લેન્ડ વિકેટકીપર બેટ્સમેન સારાહ ટેલરે વર્ષ 2019માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી ચુકી છે. તે મહિલા ક્રિકેટના ઇતિહાસમાં શ્રેષ્ઠ વિકેટકીપર્સ અને સૌથી સફળ ખેલાડીઓમાંની એક માનવામાં આવે છે. તે ત્રણ વખત આઈસીસી મહિલા ક્રિકેટર રહી છે. તે ઇંગ્લેન્ડના વનડે વર્લ્ડ કપ 2017 અને ટી 20 વર્લ્ડ કપ 2009 વિજેતા ટીમનો પણ ભાગ રહી ચુકી છે.
ઇંગ્લેન્ડની મહિલા વિકેટકીપર સારા ટેલરની ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃતિ
ઇંગ્લેન્ડ મહિલા ક્રિકેટ ટીમની વિકેટકીપર બેટ્સમેન સારા ટેલરે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃતિ લેવાની જાહેરાત કરી દીધી છે. તેમણે પોતાના સ્વાસ્થ્યના કારણોસર તેણે આ મોટો નિર્ણય લીધો છે. ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે એક નિવેદનમાં કહ્યું હતું કે, ડિપ્રેશનનો સામનો કર્યા પછી ટેલર રમતને પહેલાની જેમ એન્જોય કરી શકતી ન હોવાથી તેણે આ નિર્ણય લીધો છે. ટેલરે કહ્યું કે, મારા માટે આ નિર્ણય લેવો અઘરો હતો પરંતુ મારા સ્વાસ્થ્ય માટે આ સાચું પગલું છે. હું ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ, મારા પરિવાર અને તમામ ફેન્સનો આ જર્નીમાં મારો સાથ આપવા બદલ આભાર માનું છું. ઇંગ્લેન્ડની 30 વર્ષીય સ્ટાર ખેલાડી ટેલરે 2006માં ડેબ્યુ કર્યું હતું. તેણે દેશ માટે 10 ટેસ્ટ, 126 વનડે અને 90 ટી20 ઇન્ટરનેશનલ રમી છે. ત્રણેય ફોર્મેટમાં 6553 ઇન્ટરનેશનલ રન કર્યા છે. ટેલરે સાત સદી અને 20 અડધી સદી નોંધાવી છે. તે સિવાય સ્ટમ્પ પાછળ રેકોર્ડ 232 શિકાર કર્યા છે.