નવી દિલ્હીઃ ક્રિકેટના ઇતિહાસમાં હાલ સુપરઓવર સૌથી વધુ ચર્ચાનો વિષય બની ગઇ છે. કેમકે ભારત ઉપરાંત હવે ઇંગ્લેન્ડે પણ સુપરઓવરમાં જીત મેળવી છે. આ સુપરઓવરની સાથે ક્રિકેટના ઇતિહાસમાં ચાર દિવસમાં ત્રીજીવાર સુપરઓવર રમાઇ છે.

હાલ ઇંગ્લેન્ડની મહિલા ટીમે ટી20 ટ્રાઇ સીરીઝમાં શનિવારે પહેલી જીત મેળવી, ઇંગ્લેન્ડ મહિલા ટીમે આ જીત ઓસ્ટ્રેલિયા સામે ટી20ની સુપરઓવરમાં મેળવી હતી. આ ચાર દિવસમાં ત્રીજી સુપરઓવર છે.

આ પહેલા 29 જાન્યુઆરી અને 31 જાન્યુઆરીએ પુરુષ કેટેગરીમાં ભારત અને ન્યૂઝીલેન્ડ ટી20 મેચ સુપરઓવરમાં ગઇ, અને ભારતે બન્નેમાં જીત મેળવી હતી.



ઇંગ્લેન્ડે 156/4 રન બનાવ્યા, કેપ્ટન નાઇટે 78 રન બનાવ્યા. જવાબમાં ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમનો સ્કૉર 114/7 રન હતો. ઇન્ટરનેશનલ ડેબ્યૂ કરનારી સદરલેન્ડે અણનમ 22 અને કિમિનચે અણનમ 15 રન બનાવીને મેચ ટાઇ કરી દીધી હતી.



સુપરઓવરમાં ઓસ્ટ્રેલિયાએ 8 રન બનાવ્યા, ઇંગ્લેન્ડે 4 બૉલમાં 10 રન બનાવીને મેચ જીતી લીધી હતી. નાઇટે 3 બૉલમાં 2 ચોગ્ગા સાથે 9 રન બનાવ્યા હતા. તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવી હતી. હવે સીરીઝની ત્રીજી મેચમાં રવિવારે ભારત અને ઓસ્ટ્રેલિયા રમશે.