ભારત સામે વન-ડે સીરિઝ માટે ન્યૂઝીલેન્ડે ટીમમાં નવા ખેલાડીઓને મેદાનમાં એન્ટ્રીની તૈયારીઓ શરૂ કરી છે. આ નવા ખેલાડીઓમાં ટીમના સૌથી ઊંચા ખેલાડીને પણ ભારત સામે ઉતારે તેવી શક્યતા છે. આ ખેલાડીની ઊંચાઈ 6 ફૂટ 8 ઈંચ છે જો આ ખેલાડીનો ટીમમાં સમાવેશ થશે તો ભારતીય બેટ્સમેન માટે સમસ્યાઓ ઉભી થશે.
ભારત સામેની વન-ડે સીરિઝ માટે ન્યૂઝીલેન્ડના અમુક ખેલાડી અનફિટ છે. ઈજાઓના કારણે ત્રણ ખેલાડી આગામી મેચ રમી શકે તેમ નથી ત્યારે હવે આ ન્યૂઝીલેન્ડને ટીમમાં નવા ખેલાડીઓને સામેલ કરવાની ફરજ પડી છે. નવા સામેલ થનાર ખેલાડીઓમાં ન્યૂઝીલેન્ડના સૌથી ઊંચા બોલર કાયલી જેમ્સનને ટીમમાં સામેલ કરવાનો નિર્ણય લેવામાં આવી શકે છે.
જેમ્સનની ઊંચાઈ 6 ફૂટ 8 ઈંચ છે. આ ખેલાડીએ આજ સુધી આંતરરાષ્ટ્રીય મેચ રમી નથી. માનવામાં આવી રહ્યું છે કે, આ ખેલાડીને ભારત વિરૂદ્ધ મેદાનમાં ઉતારે તેવી શક્યતા છે. વન-ડે સીરિઝની શરૂઆત 5મી ફેબ્રુઆરીના રોજ થવાની છે. ન્યૂઝીલેન્ડના કોચ કરતાં પણ વધુ ઊંચાઈ હોવાથી જેમીસનને ‘ટૂ મીટર પીટર’ અને ‘Killa’ પણ કહેવામાં આવે છે. હાલમાં જ ઈન્ડિયા એ ટીમ સામેની મેચમાં આ ખેલાડીએ ખુબ સારું પ્રદર્શન કર્યું હતું.
ન્યૂઝીલેન્ડના હેડ કોચે સ્વીકાર્યું હતું કે, તેમની ટીમ વર્લ્ડ કપ ફાઈનલમાં જે બેટિંગ કોમ્બીનેશન સાથે રમી તે જ કોમ્બીનેશન સાથે મેદાનમાં ઉતારી શકે છે. બોલિંગની વાત કરીએ તો ટિમ સાઉથી બોલર્સની આગેવાની કરશે. દુનિયાના શ્રેષ્ઠ બેટ્સમેનની સામે આક્રમક બોલિંગ માટે નવા બોલર્સનો સમાવેશ કરવામાં આવશે.
ભારતીય ટીમને પછાડવા ન્યુઝીલેન્ડ દેશના સૌથી ઊંચા ખેલાડીને મેદાનમાં ઉતારે તેવી શક્યતા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
02 Feb 2020 11:32 AM (IST)
આ નવા ખેલાડીઓમાં ટીમના સૌથી ઊંચા ખેલાડીને પણ ભારત સામે ઉતારે તેવી શક્યતા છે. આ ખેલાડીની ઊંચાઈ 6 ફૂટ 8 ઈંચ છે જો આ ખેલાડીનો ટીમમાં સમાવેશ થશે તો ભારતીય બેટ્સમેન માટે સમસ્યાઓ ઉભી થશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -