Women’s T20 World Cup 2023 Semifinal: ભારતીય ટીમ આજે એટલે કે 23 ફેબ્રુઆરી, ગુરુવારે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મહિલા ટી20 વર્લ્ડકપની સેમિ ફાઇનલ મેચ રમશે. આ મેચની શરૂઆત ભારતીય સમયાનુસાર, સાંજે 6:30 વાગ્યાથી થશે, પરંતુ આ મેચ શરૂ થાય તે પહેલા ભારતીય ટીમ અને ફેન્સ માટે એક માઠા સમાચાર સામે આવ્યા છે. ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર અને ઓલરાઉન્ડર પૂજા વસ્ત્રાકર પોતાની બિમારીના કારણે આ મોટી મેચમાંથી બહાર થઇ ગયા છે. 


ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ અનુસાર, ભારતીય કેપ્ટન હરમન પ્રીત કૌર અને ઓલરાઉન્ડર પૂજા વસ્ત્રાકર બિમાર છે, અને તે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાઇ રહેલી આજની સેમિ ફાઇનલમાં ટીમ ઇન્ડિયાનો ભાગ નહીં બને. રિપોર્ટ અનુસાર, જો હરમનપ્રીત કૌર આ મેચનો ભાગ નહીં રહે તો ટીમ ઇન્ડિયા માટે આ મોટો ઝટકો ગણાશે. કેપ્ટન હરમનપ્રીત કૌર કેપ્ટનની સાથે અનુભવી ખેલાડી પણ છે. વળી, પૂજા વસ્ત્રાકર ટીમમાં એક ઓલરાઉન્ડર તરીકે મુખ્ય ભૂમિકા નિભાવે છે. જો આજની મેચમાં હરમન પ્રીત કૌર નથી રમતી તો સ્મૃતિ મંધાના આજે ટીમનુ નેતૃત્વ કરતી જોવા મળશે.  


ક્યારે અને ક્યાંથી જોઇ શકાશે મેચ લાઇવ ?
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મહિલા ટી20 વર્લ્ડકપ 2023ની સેમિ ફાઇનલ મેચ આવતીકાલે એટલે કે 23 ફેબ્રુઆરીએ રમાશે. બન્ને વચ્ચેની આ સેમિ ફાઇનલ મેચ ભારતીય સમયાનુસાર, સાંજે 6.30 વાગ્યાથી શરૂ થશે. આ મેચ સાઉથ આફ્રિકાના કેપ ટાઉનના ન્યૂલેન્ડ્સ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ મેચનું લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલો પર કરવામાં આવશે. વળી, આ ટૂર્નામેન્ટની તમામ મેચોનું તમે લાઇવ સ્ટ્રીમિંગ Disney+Hotstar એપ પરથી પણ જોઇ શકો છો, આ માટે તમારે ડિઝ્ની+હૉટસ્ટાર માટેનુ સબ્સક્રિપ્શન પેક ખરીદવુ પડશે, જો તમે ફ્રીમાં મેચ જોવા માંગો છો, તો તમે ડીડી સ્પૉર્ટ્સ પર જઇ શકો છો, અહીં મેચનું ફ્રી લાઇવ બ્રૉડકાસ્ટિંગ થઇ રહ્યુ છે. 


બન્ને ટીમોની ફૂલ સ્ક્વૉડ ?









હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, યાસ્તિકા ભાટિયા, ઋચા ઘોષ, જેમિમા રોડ્રિગ્સ, હરલીન દેઓલ, દીપ્તી શર્મા, દેવિકા વૈદ્ય, રાધા યાદવ, રેણુકા ઠાકુર, અંજલી સરવાની, પૂજા વસ્ત્રાકર, રાજેશ્વરી ગાયકવાડ, શિખા પાંડે


ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટ ટીમની ફૂલ સ્ક્વૉડ - 
મેગ લેનિંગ (કેપ્ટન), એલિસા હિલી, ડાર્સી બ્રાઉન, એશ્લે ગાર્ડનર, કિમ ગાર્થ, હીથર ગ્રાહમ, ગ્રેસ હેરિસ, જેસ જૉનસન, અલાના કિંગ, તાહિલા મેક્ગ્રા, બેથ મૂની, એલિસ પેરી, મેગન શટ, એનાબેલ સધરલેન્ડ, જૉર્જિયા વેરહમ.