નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસે (Coronavirus) ફરી ઉથલો માર્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં અત્યાર સુધીના સૌથી વધુ કેસ નોંધાયા છે. જેને લઈ હાહાકાર મચી ગયો છે. ત્યારે આ વખતે ટી20 વિશ્વકપ ભારતમાં યોજવાનો છે. તેને લઈને ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના અંતરિમ મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) જ્યોફ અલાર્ડિસે કહ્યું કે, તેમની પાસે વર્ષના અંતમાં ભારત (India)માં યોજાનાર ટી20 વર્લ્ડકપ (T20 worldcup)માટે બેકઅપ પ્લાન છે. પરંતુ હાલમાં કોરોનાના કેસ વધવા છતાં દેશમાંથી ટી20 વર્લ્ડકપના આયોજનનને હટાવવા અંગે કોઈ વિચારણા કરવામાં નથી આવી રહી. 


ટી20 વર્લ્ડકપ (T20 worldcup)ભારતમાં ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાવાનો છે.પરંતુ છેલ્લા કેટલાક દિવસથી દેશમાં કોરોનાના એક લાખથી વધુ કેસ સામે આવી રહ્યાં છે. કોરોના કેસ વધવા છતાં ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2021) દર્શક વગર શુક્રવારથી ચેન્નઈમાં શરુ થવાની છે. 



અર્લાડિસે વર્ચ્યુઅલ મીડિયા રાઉન્ડ ટેબલ દરમિયાન કહ્યું કે, “અમે નિશ્ચિતપણે ટૂર્નામેન્ટ માટે યોજના અનુસાર જ આગળ વધી રહ્યાં છે. અમારી પાસે બીજો પ્લાન છે. પરંતુ અમે તેના વિશે હાલમાં કોઈ વિચારણા નથી કરી રહ્યાં. અમે ભારતી ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) સાથે કામ કરી રહ્યાં છે. અમારી પાસે બેકઅપ પ્લાન છે. જેને જરૂર પડતાની સાથે જ શરુ કરવામાં આવી શકે છે. ”


તેમણે કહ્યું કે, આઈસીસી (ICC)એ સમજવા માટે અન્ય દેશોની રમતની સંસ્થાઓ સાથે સંપર્કમાં છે કે તે કોરોના કાળમાં કોઈ રીતે પોતાની ટૂર્નામેન્ટનું આયોજન કરી રહ્યાં છે.


તેમણે કહ્યું કે હાલમાં ઘણા દેશોમાં ક્રિકેટ રમાઈ રહી છે અને અમે તે બધા પાસેથી શીખી રહ્યાં છે. અમે અન્ય રમતની સંસ્થાઓ સાથે તેઓ શું કરી રહ્યા છે તે વિશે વાત કરી રહ્યા છીએ. અમે અત્યારે સારી સ્થિતિમાં છીએ પણ એ પણ માનીએ છીએ કે દુનિયાભરમાં વસ્તુઓ ખૂબજ ઝડપથી બદલાઈ રહી છે. એલાર્ડિસે કહ્યું, "બે મહિનામાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલનો સમય પણ આવી રહ્યો છે, પરંતુ અમે બંને માટે અમે યોજના પ્રમાણે જઇ રહ્યા છીએ."


ગયા વર્ષે સંયુક્ત આરબ અમીરાતે ઈન્ડિયન પ્રીમિયર લીગનું આયોજન કર્યું હતું. તે પણ આ મોટી આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટનું આયોજન કરવા માટેનું 'બેકઅપ' સ્થળ બની શકે છે.