Ben Stokes, World Cup 2023 : વન ડે વર્લ્ડકપને હવે માત્ર 3 મહિના જેટલો સમય જ બાકી છે ત્યારે દરેક ટીમે કમર કસી છે. યુવા ચેહરાની સાથે જ અનુભવી ખેલાડીઓના સુમેળભરી ટીમ ઉતારી વર્લ્ડકપ જીતવા જુદા જુદા દેશોની ટીમો મેદાને પડવાની કવાયત કરી રહી છે. આ કડીમાં ખેલાડીઓની નિવૃત્તિ પાછી ખેંચવાની પણ શક્યતાઓ સેવાઈ રહી છે. 


ઈંગ્લેન્ડના વર્તમાન ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સ વર્લ્ડકપમાં રમવા માટે નિવૃત્તિ પાછી ખેંચી શકે છે. વિશે છેલ્લા કેટલાક સમયથી એવા અહેવાલ સામે આવી રહ્યાં છે કે સ્ટોક્સ 2023 વર્લ્ડકપ માટે ODI ફોર્મેટમાંથી સંન્યાસ પાછો ખેંચી શકે છે. સ્ટોક્સની વાપસીને લઈને અંગ્રેજી મીડિયામાં સતત એવા અહેવાલો આવી રહ્યા છે કે, તે ODIમાંથી નિવૃત્તિ લઈ શકે છે અને ભારતમાં રમાનાર 2023 વર્લ્ડકપ માટે પસંદગી માટે પોતાનો વિકલ્પ રજુ કરી શકે છે.


સ્ટોક્સે જુલાઈ 2022માં ODI ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. 2022માં ઓસ્ટ્રેલિયામાં રમાયેલા T20 વર્લ્ડકપમાં ઈંગ્લેન્ડે ખિતાબ જીત્યો હતો. ટૂર્નામેન્ટની ફાઇનલમાં સ્ટોક્સે પાકિસ્તાન સામે ટીમ માટે શાનદાર ઇનિંગ રમી હતી. ત્યારથી ODI વર્લ્ડકપમાં સ્ટોક્સની વાપસી અંગેની ચર્ચા વધુ તીવ્ર બની હતી. સ્ટોક્સે પોતે જ તેની વાપસીની વાત કરી હતી.


ગયા વર્ષે આ ઘટનાક્રમમાં સ્ટોક્સે કહ્યું હતું કે, કોણ જાણે છે કે હું તે સમયે વર્લ્ડકપ માટે કેવું અનુભવીશ. વર્લ્ડકપમાં જવું, તમારા દેશનું પ્રતિનિધિત્વ કરવું એ અદ્ભુત બાબત છે. પરંતુ અત્યારે હું તેના વિશે વિચારતો પણ નથી.


સ્ટોક્સે પુષ્ટિ કરી છે કે, તે વનડેમાંથી નિવૃત્તિ જ રહેશે. આ ઉપરાંત તેણે કહ્યું હતું કે, તે એશિઝ 2023 પછી વેકેશન પર જશે. ICCને ટાંકીને કહેવામાં આવ્યું હતું કે, સ્ટોક્સે કહ્યું હતું કે, "હું નિવૃત્ત થઈ ગયો છું." વધુમાં કહેવામાં આવ્યું હતું કે, "હું આ મેચ બાદ રજા પર જઈ રહ્યો છું અને જ્યાં સુધી હું વિચારી રહ્યો છું."


સ્ટોક્સ ઘૂંટણની ઈજાથી પરેશાન 


ઉલ્લેખનીય છે કે, આ વર્ષે ન્યુઝીલેન્ડ સામે રમાયેલી ટેસ્ટ મેચમાં સ્ટોક્સને ઘૂંટણમાં ઈજા થઈ હતી. ત્યાર બાદ તે IPL 2023માં પણ ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી માત્ર 2 જ મેચ રમી શક્યો હતો. જ્યારે એશિઝ 2023ની ચાર ટેસ્ટમાં તેણે 2 મેચમાં તો બોલિંગ જ નહોતી કરી.


https://t.me/abpasmitaofficial