ICC World Cup 2023: ઓસ્ટ્રેલિયાએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડને હરાવીને સતત પાંચમી જીત મેળવી હતી. કાંગારૂ ટીમની આ જીતમાં સ્પિનર ​​એડમ ઝમ્પાએ 3 વિકેટ લઈને મહત્વની ભૂમિકા ભજવી હતી, જેની સાથે તે હાલમાં 19 વિકેટ સાથે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો છે. બીજી તરફ ન્યૂઝીલેન્ડના યુવા ઓલરાઉન્ડરે ત્રીજી સદી ફટકારીને રનની યાદીમાં મોટી છલાંગ લગાવી છે.


પાકિસ્તાન સામે રમાયેલી મેચમાં રચિને 94 બોલમાં 15 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 108 રન બનાવ્યા હતા. આ ઇનિંગ સાથે રચિને ટૂર્નામેન્ટની 8 ઇનિંગ્સમાં 74.71ની એવરેજ અને 107.39ની સ્ટ્રાઇક રેટથી 523 રન બનાવ્યા છે. ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોની યાદીમાં રચિન હાલમાં બીજા સ્થાને છે.


જ્યારે દક્ષિણ આફ્રિકાનો ઓપનર ક્વિન્ટન ડી કોક 545 રન સાથે ટોચના સ્થાને છે. ડી કોકે અત્યાર સુધી 7 ઇનિંગ્સમાં 4 સદી ફટકારી છે, જે ટૂર્નામેન્ટમાં અત્યાર સુધીની સૌથી વધુ સદી છે. જ્યારે આ યાદીમાં ત્રીજા સ્થાને ભારતીય દિગ્ગજ વિરાટ કોહલી જોવા મળે છે, જેણે 88.40ની એવરેજથી 442 રન બનાવ્યા છે. આ પછી ઓસ્ટ્રેલિયાનો ઓપનર ડેવિડ વોર્નર 428 રન સાથે ચોથા સ્થાને અને ભારતીય કેપ્ટન રોહિત શર્મા 402 રન સાથે પાંચમા સ્થાને છે.


બોલિંગમાં આ ટોપ-5 છે



7 ઇનિંગ્સમાં 17.15ની એવરેજથી 19 વિકેટ લેનાર એડમ ઝમ્પા પછી બીજા સ્થાને શ્રીલંકાના ફાસ્ટ બોલર દિલશાન મદુશંકા જોવા મળે છે, જેણે 7 મેચમાં 22.11ની એવરેજથી 18 વિકેટ લીધી છે. આ યાદીમાં ત્રીજું સ્થાન દક્ષિણ આફ્રિકાના ઝડપી બોલર માર્કો યાનસેનનું છે, જેણે 16 વિકેટ લીધી છે. ત્યારબાદ પાકિસ્તાનનો શાહીન શાહ આફ્રિદી 16 વિકેટ સાથે ચોથા સ્થાને છે અને ભારતનો જસપ્રિત બુમરાહ 15 વિકેટ સાથે પાંચમા સ્થાને છે.  


ઇંગ્લેન્ડ, તેની જૂની પરંપરાને આગળ વધારતા, વર્લ્ડ કપ 2023મા વધુ એક મેચ ગુમાવી દીધી. આ વખતે ઈંગ્લિશ ટીમને ઓસ્ટ્રેલિયા સામે 33 રને હાર મળી હતી, જે બટલરની આગેવાની હેઠળની ઈંગ્લેન્ડની સતત પાંચમી હાર હતી. ટાર્ગેટનો પીછો કરતી વખતે ઈંગ્લેન્ડ માટે બેન સ્ટોક્સે 2 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 65 રન બનાવ્યા હતા અને મલાને 4 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 50 રન બનાવ્યા હતા, જે ટીમને કોઈપણ રીતે ટીમને કામ ન આવ્યા. ઓસ્ટ્રેલિયા તરફથી એડમ ઝમ્પાએ 3 વિકેટ ઝડપી હતી. ઝમ્પાએ બેટિંગમાં 29 રન બનાવ્યા હતા.